ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં પૂર્વ સૈન્ય શાસક પરવેઝ મુશર્રફની એક વિચિત્ર અને દુર્લભ પ્રકારની બિમારી થઇ છે. જેના કારણે તેમની દુબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બિમારીના કારણે તેમની કેશવાહીની (નર્વ સિસ્ટમ) પ્રભાવિત થઇર હી છે. તેમની પાર્ટીએ આ અંગે માહિતી આપી હતી. જનરલ (સેવાનિવૃત)  2016થી જ દુબઇમાં રહી રહ્યા છે. તેમના પર વર્ષ 2007માં સંવિધાનને હટાવવા અંગે દેશદ્રોહનો કેસ ચલાવાઇ રહ્યો છે. આ દંડનીય ગુના મુદ્દાની સુનવણી 2014માં ચાલુ કરવામાં આવી હતી. જો તેઓ દોષીત સાબિત થાય છે તે તેમને મૃત્યુદંડની સજા પણ ફટકારવામાં આવી શકે છે. 
પ્રિયંકા ગાંધી પ્રયાગરાજ LIVE: ભાજપ પર વ્યંગ ચોકીદાર માત્ર અમીરોનાં જ હોય

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્ટી અનુસાર તેમને ડોક્ટર સંપુર્ણ રીતે સ્વસ્થ થવા સુધી સંપુર્ણ આરામ કરવાની સલાહ આપી છે. પૂર્વ રાષ્ટ્રપતિગી ગત્ત વર્ષે ઓક્ટોબરમાં આ બિમારીની અસર ચાલુ થઇ હતી. ત્યાર બાદ તેમની તાંત્રિક તંત્ર (નર્વ સિસ્ટમ) નબળું પડવા લાગ્યુંહ તું. તે સમયે લંડનમાં તેમની સારવાર ચાલી રહી હતી. સિદ્દીકીએ જણાવ્યું કે, એમીલોયડોસિસનાં કારણે શરીરના અલગ અલગ અંગોમાં પ્રોટીન જમા થાય છે. જેના કારણે તેમને ઉભા થવા અને ચાલવામાં તકલીફ પડે છે. 


જમ્મુ કાશ્મીર: રાજોરીનામાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામ ઉલ્લંઘન, 1 જવાન શહીદ

તેમણે કહ્યું કે, તેની સારવારમાં પાંચ છ મહિના જેટલો સમય લાગી શકે છે. સંપુર્ણ સ્વસ્થ થયા બાદ મુશર્રફનાં પાકિસ્તાન પરત ફરવાનો ઇરાદો છે. મુશર્રફે 1999થી 2008 સુધી પાકિસ્તાનમાં રાજ કર્યું અને બેનજીર ભુટ્ટો અને લાલ મસ્જિદનાં ઇમામની હત્યા બાદ તેમને ભાગેડુ જાહેર કરી દેવાયા હતા.