જમ્મુ કાશ્મીર: રાજોરીનામાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામ ઉલ્લંઘન, 1 જવાન શહીદ

ભારતીય સુરક્ષાદળો દ્વારા પણ પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે, પાકિસ્તાનની વારંવાર નાપાક હરકતો

જમ્મુ કાશ્મીર: રાજોરીનામાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામ ઉલ્લંઘન, 1 જવાન શહીદ

જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની સેના દ્વારા થયેલા ફાયરિંગમાં 1 ભારતીય જવાન શહીદ થયા છે. મળતી માહિતી અનુસાર રાજોરી જિલ્લામાં LOC સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં ભારતીય સેનાનો જવાન શહીદ થયો છે. સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સુરક્ષાદળો દ્વારા પણ  પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપી રહ્યા છે. રવિવારે આ ફાયરિંગમાં કોઇ જાનમાલનાં નુકસાન નહોતું થયું. જો કે સોમવારે સવારે થયેલા ફાયરિંગમાં એક જવાન શહીદ થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સેનાએ રવિવારે જમ્મુ કાશ્મીરનાં રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું, જેનું ભારતીય સેનાએ મુંહતોડ જવાબ આપ્યો. સેનાનાં અધિકારીએ રવિવારે જણાવ્યું કે, નિયંત્રણ રેખા પર સુંદરબની સેક્ટરમાં આશરે 06.30 વાગ્યે પાકિસ્તાનની તરફથી મોર્ટાર મારો કરવામાં આવ્યો અને નાના હથિયારો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે, અંતિમ માહિતી મળતા સુધી ગોળીબાર ચાલુ હતો. ભારતીય પક્ષ તરફથી તેમાં કોઇ ઘાયલ થયાની માહિતી નથી. 

પુલવામા આતંકવાદી હુમલામાં 40 જવાનોની શહીદી બાદ ભારત દ્વારા 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનનાં બાલકોટ ખાતે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકવાદી કેમ્પો પર કરવામાં આવેલા હવાઇ હુમલા બાદથી બંન્ને દેશો વચ્ચે સીમા પર તણાવ છે. પાકિસ્તાન દ્વારા સતત સંઘર્ષ વિરામ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news