નવી દિલ્હીઃ ભારતમાં ફાઇઝરની વેક્સિનને મંજૂરી મળ્યા પહેલા મેડિકલ જર્નલ લાન્સેટમાં છપાયેલા એક રિપોર્ટે ચિંતા વધારી દીધી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફાઇઝર-બાયોએનટેક રસીના બે ડોઝ લઈ ચુકેલા લોકોમાં ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ મૂળ વાયરસની તુલનામાં પાંચ ગણી ઓછી એન્ટીબોડી છે. ડેલ્ટા વેરિએન્ટ કોરોનાનું તે સ્વરૂપ છે જે સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યું હતું અને તેને બીજી લહેર માટે જવાબદાર માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભ્યાસમાં તે કહેવામાં આવ્યું છે કે વાયરસને ઓળખવા અને તેની વિરૂદ્ધ લડનાર એન્ટીબોડી મોટી ઉંમરના લોકોમાં ઓછી જોવા મળે છે. તેનું સ્તર સમયની સાથે ઓછુ થાય છે. તેનો મતલબ છે કે સંવેદનશીલ લોકોને વધારાના બૂસ્ટર ડોઝની જરૂર પડશે. 


આ પણ વાંચોઃ ત્રીજી લહેર પહેલા મળ્યા Good News, બાળકો માટે આવી ગઈ વેક્સિન


આ બ્રિટન સરકારના તે પ્લાનને સાચો સાબિત કરે છે જે હેઠળ બે ડોઝ વચ્ચેના અંતરને ઘટાડવામાં આવી રહ્યું છે. તેને જાણવા મળ્યું કે, ફાઇઝરના એક ડોઝ બાદ લોકોમાં B.1.617.2 વેરિએન્ટ વિરુદ્ધ ઓછી એન્ટીબોડી ઉત્પન્ન થઈ રહી છે. આ અભ્યાસ 250 લોકોના લોહીની તપાસમાં મળેલા એન્ટીબોડીના વિશ્લેષણ દ્વારા કરવામાં આવ્યું, જેણે ફાઇઝરના એક કે બે ડોઝ લગાવ્યા હતા. નિષ્ણાંતોએ 5 અલગ વેરિએન્ટ વાળા વાયરસને સેલ્સમાં ઘુસતો રોકવા માટે એન્ટીબોડીની ક્ષમતા તપાસી, જેને ન્યૂટ્રલાઇઝિંગ એન્ટીબોડી કહેવામાં આવે છે. 


આ રિપોર્ટ એવા સમય પર આવ્યો છે જ્યારે ભારતમાં જલદી આ વેક્સિનને મંજૂરી મળી શકે છે. ઘણા દેશોમાં 12-18 વર્ષ સુધીના કિશોરોને આ રસી લગાવવામાં આવી રહી છે. 


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube