નવી દિલ્હીઃ Pfizer COVID-19 Pill: દવા કંપની ફાઇઝરે દાવો કર્યો છે કે એન્ટી કોવિડની ગોળી 89 ટકા સુધી હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુને રોકવામાં પ્રભાવી છે. ફાઇઝર ઇંકે શુક્રવારે કહ્યું કે,  ​​​​COVID-19 માતે ટેની પ્રાયોગિક એન્ટીવાયરલ ગોળી હોસ્પિટલમાં દાખલ થવા અને મોતના દરમાં લગભગ 89 ટકાનો ઘટાડો કરે છે. કંપનીએ કહ્યું કે, તે અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને આંતરરાષ્ટ્રીય નિયમનકારોને જલદી આ એન્ટી કોવિડ-19 ગોળીને મંજૂર કરવા માટે કહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિડ-19ની ગોળી મોટી સિદ્ધિ!
કેટલાક સ્વતંત્ર નિષ્ણાંતોએ તેના પરિણામોની ક્ષમતાના આધાર પર કંપનીના અધ્યયનને રોકવાની ભલામણ કરી હતી. કંપનીનું કહેવું છે કે એકવાર ફાઇઝર પોતાની એફડીએ અરજી જમા કરાવી દે છે તો એજન્સી સપ્તાહ કે મહિનાની અંદર નિર્ણય કરી શકે છે. દુનિયાભરના રિસર્ચરો COVID-19 વિરુદ્ધ એક ગોળી બનાવવાની હોડમાં લાગ્યા છે. એન્ટી કોવિડ-19 ગોળી દર્દીઓમાં લક્ષણો ઓછા કરવા, ઝડપથી સાજા કરવા અને હોસ્પિટલો તથા ડોક્ટરો પર ભાર ઓછો કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જાણવા મળી રહ્યું છે કે આ કોવિડ-19 ગોળીના ભરોસે દર્દીઓને ઘર લઈ જઈ શકાય છે. 


આ પણ વાંચોઃ પતિનું બીજી મહિલા સાથે હતું અફેર, નારાજ પત્નીએ બાળકોને આપ્યું દર્દનાક મોત


ઉપયોગમાં સરળ અને સંક્રમણ રોકવામાં ઉપયોગી
ફાઇઝરના કાર્યકારી ડો. મુકેલ ડોલસ્ટને કહ્યુ કે, આ લાંબા સમય માટે વાયરોલોજીમાં એકલ દવા માટે સૌથી મોટી ચિકિત્સા પ્રગતિમાંથી એક છે. સર્વોચ્ચ અમેરિકી સ્વાસ્થ્ય અધિકારી તે વાત પર ભાર આપતા રહ્યા છે કે સંક્રમણથી બચાવ માટે રસીકરણ સૌથી સારી રીત હશે. પરંતુ લાખો અમેરિકીઓનું હજુ પણ રસીકરણ ન થવું ચિંતાની વાત છે. તેવામાં એન્ટી કોવિડ-19 ગોળી વૈશ્વિક સ્તર પર પ્રભાવી, ઉપયોગમાં સરળ સાબિત થઈ શકે છે. જાણવા મળી રહ્યું છે કે આ સારવાર ભવિષ્યમાં સંક્રમણની લહેરોને રોકવામાં ખુબ ઉપયોગી થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube