મનીલા: ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ સમજ્યા વિચાર્યા વગર નિવેદનો આપવા અને પોતાના હરીફો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા માટે જાણીતા છે. આ વખતે તેમણે ભગવાનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ ભગવાનને મુરખ કહીને સંબોધિત કર્યા. કેથોલિક બહુમતીવાળા પોતાના દેશમાં હાલ તેમને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુતેર્તેએ બાઈબલને કહાની અને આદમ અને હવ્વાના નિષિદ્ધ ફળને ખાધા બાદ બગીચામાંથી બહાર ફેંકવાની કહાનીની આલોચના કરતા કહ્યું કે આ મુરખ ઈશ્વર કોણ છે? તેની પ્રતિક્રિયામાં સ્થાનિક કેથોલિક બિશપ કાર્તુરો બેસ્ટેસે રાષ્ટ્રપતિને એક 'પાગલ માણસ' ગણાવ્યો અને લોકોને તેમના 'નિંદાત્મક શબ્દો અને તાનાશાહ પ્રવત્તિઓ'ના અંત માટે પ્રાર્થના કરવાનો આગ્રહ કર્યો.


એક કાર્યક્રમને સંબોધતા દુતેર્તેએ બાઈબલની કહાનીનો ઉલ્લેખ કરતા સવાલ ઉઠાવ્યાં કે ભગવાને આદમ અને હવ્વાને કેમ બનાવ્યાં અને પછી તેમનામાં લાલસા જગાવી. રાષ્ટ્રપતિનું આ નિવેદન સામે આવ્યાં બાદ ફિલિપાઈન્સના નાગરિકો અને ગિરિજાઘરોમાં તેમની નિંદા થઈ રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે એક રાષ્ટ્રપતિ હોવાના નાતે આવા નિવેદનો તેમને શોભા આપતા નથી.


દુતેર્તેના નિવેદનથી ખુદ તેમના કાર્યાલયે જ અંતર જાળવ્યું છે. કાર્યાલય તરફથી અધિકૃત રીતે કહેવામાં આવ્યું છે કે દુતેર્તેનું આ નિવેદન અંગત નિવેદન છે. રાષ્ટ્રપતિ કાર્યાલયનો આ નિવેદન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી.


અત્રે જણાવવાનું કે આવું પહેલીવાર નથી બન્યું. આ અગાઉ પણ દુતેર્તે આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે. થોડા સમય પહેલા એક કાર્યક્રમમાં સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે સંબંધ બનાવતી વખતે કોન્ડોમ પહેરવું જરૂરી નથી.