નવી દિલ્હી: ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે ફરી એકવાર વિવાદોમાં છે. આ વખતે તેમણે એવું આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે કે, જેનાથી ફિલિપાઇન્સના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. તેમણે કબૂલાતમાં જણાવું કે તેઓએ એક મહિલા નોકરાણીની જાતીય સતામણી કહી હતી. એક ભાષણ દરમિયાન દુતેર્તેએ સ્વીકાર કર્યો કે જ્યારે તેઓ યુવાન હતા, ત્યારે તેમણે તેમના ઘર પર કામ કરતી એક નોકરાણીની જાતીય સતામણી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: Happy New Year: દુનિયાના આ શહેરોમાં સૌથી પહેલા 2019નું સ્વાગત, જુઓ વીડિયો


આમ તો ઘણીવખત રોડ્રિગો દુતેર્તે તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યાં છે. પરંતુ આ વખતે તેમણે કરેલા ખુલાસાએ તેમની મુશ્કેલિઓ વધારી દીધી છે. કેટલાક સંગઠન હવે તેમના રાજીનામાની માંગ કરી રહ્યાં છે. એક ભાષણ દરમિયાન દુતેર્તેએ જણાવ્યું કે એક દિવસ જ્યારે તેમના ઘરમાં તેમની નોકરાણી સુઇ ગઇ હતી, તે સમયે તેઓ તેની પાસે પહોંચ્યા અને તેના પ્રાઇવેટ ભાગને સ્પર્શ કરવા લાગ્યા હતા.


વધુમાં વાંચો: બાંગ્લાદેશ: ચૂંટણીમાં પ્રચંડ બહુમતથી જીત બદલ PM મોદીએ શેખ હસીનાને પાઠવ્યાં અભિનંદન


મહિલાઓના એક સમૂહએ દુતેર્તેના રાજીનામાની માગ કરી છે. દુતેર્તે પહેલા પણ ઘણી વિવાદીત વાતો બોલી ચુક્યા છે, પરંતુ તેમની લોકપ્રિયતા ફિલિપાઇન્સમાં સતત વધી રહી છે. પરંતુ આ વખતે તેમના આ ખુલાસાએ તેમના ટીકાકારોને મોટી તક આપી છે.


મહિલાને વાંદરા સાથે આવું કરવું પડ્યું ભારે, કોર્ટે ફટકારી 3 વર્ષની સજા


ફિલિપાઇન્સ અને મિડલ ઇસ્ટ સહિત એશિયાના બિજા દેશોમાં ઘણા ઘરોમાં મહિલાઓએ ડોમેસ્ટિક હેલ્પરના રૂપમાં કામ કરે છે. જો કે, રાષ્ટ્રપતિના પ્રવક્તાએ પોતે જ ખુલાસાને સહેજ લેતા કહ્યું કે, તેમણે આ ભાષણમાં મીઠું મરચું ઉમેરી આ બાબતને જણાવી છે. ફિલિપાઇન્સના મહિલાઓના દળે આ નિવેદન પર મજબૂત વાંધો ઉઠાવ્યો છે. સરકારી આકડાના અનુસાર, ફિલિપાઇન્સના લગભગ 10 લાખ લોકો સમગ્ર દુનિયામાં ડોમેસ્ટિક વર્કરના રૂપમાં કામ કરે છે.


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...