Pink Hillier Lake: આ દુનિયા ઘણી અદ્ભુત વસ્તુઓથી ભરેલી છે, જે ખરેખર રસપ્રદ છે. શું તમે ક્યારેય કોઈ તળાવ જોયું છે? જો હા, તો તળાવનો રંગ કેવો હોય છે? શક્ય છે કે તમારો જવાબ વાદળી અથવા તેની આસપાસનો કોઈ રંગ હશે. તમારો જવાબ પીન્ક તો નહીં જ હોય. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં એક એવું તળાવ છે, જેનો રંગ ગુલાબી છે. આ તળાવ એવું લાગે છે કે જાણે કોઈએ પાણીમાં ગુલાબી રંગ ભેળવ્યો હોય. જોકે આનું વૈજ્ઞાનિક કારણ કંઈક બીજું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુલાબી તળાવ ક્યાં છે?
આ તળાવનું નામ પિંક હિલિયર લેક છે. તેને પિંક લેક પણ કહેવામાં આવે છે. આ તળાવ ઓસ્ટ્રેલિયામા છે. રસપ્રદ વાત એ છે કે જો તમે રાત્રે આ તળાવ જોશો તો તમને એકદમ સામાન્ય દેખાશે, પરંતુ દિવસ દરમિયાન તેનો રંગ ગુલાબી થઈ જાય છે. આપણી આંખોને ગુલાબી પાણી જોવાની આદત નથી તેથી ક્ષણભર માટે આ તળાવનું પાણી ગંદુ પણ લાગે છે.


આ પણ વાંચો:
ભારત બની શકે છે WTC ચેમ્પિયન, બસ કરવું પડશે આ એક કામ 
અમરનાથ યાત્રા દરમિયાન નહીં મળે પિઝ્ઝા, બર્ગર, મેગી જેવા ફાસ્ટફૂડ,આ છે નવું ફૂડ મેનૂ
અલ્લાહ કરે ને તમારું અખંડ ભારતનું સપનું પુરૂ થાય! અમારો હશે વડાપ્રધાન



પિંક હિલિયર લેકની શોધ કોણે કરી હતી?
વિશ્વની દરેક અદ્ભુત વસ્તુ કોઈને કોઈ વ્યક્તિ દ્વારા શોધવામાં આવી છે. તેવી જ રીતે, આ તળાવની શોધ પણ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી, જેનું નામ મેથ્યુ ફિલ્ડર્સ છે. મેથ્યુ ફિલ્ડર્સ વ્યવસાયે એક વૈજ્ઞાનિક છે અને તેમણે 15 જાન્યુઆરી 1802ના રોજ આ તળાવની શોધ કરી હતી. થોડા સમય પછી આખી દુનિયામાં તળાવની ચર્ચા થવા લાગી. ત્યારે તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.


તળાવ ગુલાબી કેમ છે?
આ તળાવ બહુ મોટું નથી. જો કે તેની સુંદરતા દરેકનું ધ્યાન ખેંચે છે. આ તળાવનો કુલ વિસ્તાર 600 મીટર એટલે કે 2000 ફૂટ છે. તળાવ ચારે બાજુથી વૃક્ષોથી ઘેરાયેલું છે. આ તળાવમાં જોવા મળતા શેવાળ અને બેક્ટેરિયાના કારણે આ તળાવ ગુલાબી છે. જો કે આ તળાવમાં શેવાળ અને બેક્ટેરિયા જોવા મળે છે, પરંતુ આ તળાવ મનુષ્યો અને અન્ય વન્યજીવો માટે હાનિકારક નથી.


આ પણ વાંચો:
ગુજરાતના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ આનંદો! બદલીઓને લઈ કર્યો મોટો નિર્ણય
ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનાવવાના આ છે કારણો,કોંગ્રેસમાં ગુજરાતનું કદ વધશે
રાશિફળ 10 જૂન: આ જાતકો પર આજે રહેશે શનિદેવની અપાર કૃપા, તમામ કાર્યો પાર પડશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube