વિશાલ પાંડે, સિડની, ઓસ્ટ્રેલિયા: ભારતના પ્રધાનમંત્રી મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યારે તેમણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પગ મુક્યો ત્યારે ભારત માતાકી જય, વંદે માતરમ અને મોદી મોદીના નારા લાગ્યા હતાં. ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદી ભારતીય સમુદાયના લોકોને મળવાના છે. તેના માટે ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સીડની ઓલમ્પિક પાર્કમાં યોજાનારા આ ભવ્ય કાર્યક્રમમાં પીએમ મોદીને જોવા માટે હજારો કિલોમીટરની યાત્રા કરીને ભારતીય મૂળના લોકો અહીં પહોંચ્યાં છે. પીએમ મોદીના સ્વાગત માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. હાલ ઓસ્ટ્રેલિયાના આકાશમાં વિમાનની મદદથી વેલકમ મોદી લખવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયામાં રહેતા પોતાના બાળપણના મિત્ર અબ્બાસને પણ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળપણના મિત્ર અબ્બાસ સાથે ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદીની મુલાકાતઃ
ઓસ્ટ્રેલિયામાં નાનપણના મિત્ર અબ્બાસને મળશે પીએમ મોદી. પ્રધાનમંત્રી સાથેની મુલાકાત પહેલાં તેમના મિત્ર અબ્બાસે ઝીમીડિયા સાથેના એક્સક્લુસિવ ઈન્ટરવ્યૂમાં બાળપણની યાદો તાજા કરી. અબ્બાસે જણાવ્યુંકે, બાળપણમાં હું મોદીજીના ઘરે રહેતો હતો. મારી પાસે ભણવાના પૈસા નહોંતા મોદીજીના માતા હીરાબાએ મને પોતાના ઘરે રાખ્યો. દિકરાની જેમ મને સાચવ્યો અને મને ભણાવ્યો. એ સમયે કોઈ ભણતું નહોતુ. મારા પિતા પણ ઓફ થઈ ગયા હતા. તો નરેન્દ્ર ભાઈના ઘરે રહીને હું ભણ્યો.


કઈ રીતે થઈ પીએમ મોદી સાથે દોસ્તી?
ઓસ્ટ્રેલિયામાં રહેતા પીએમ મોદીના બાળપણના મિત્ર અબ્બાસે દિલ ખોલીને જુની યાદો તાજા કરી. અબ્બાસે જણાવ્યુંકે, વાસ્તવમાં હું નરેન્દ્ર મોદીના નાનાભાઈ પંકજ મોદીની સાથે ભણતો હતો. પણ મારી પરિસ્થિતિ નહોંતી કે હું આગળ ભણી શકું. ત્યારે મોદીજીના માતા હીરાબાએ મને પોતાના ઘરે રાખ્યો અને પોતાના દિકરાની જેમ સાચવીને મને ભણાવ્યો. મોદીજી એ સમયથી મારા પરિચયમાં આવ્યાં હતાં. ત્યાર બાદ સમય જતાં હું એક સમયે ગુજરાત સરકારમાં અધિકારી તરીકે નોકરી લાગ્યો. અને ત્યારે સરકાર દ્વારા ન્યુટ્રીશનનો પ્રોજેક્ટ મને આપ્યો હતો. એમાં અવોર્ડ મળ્યો હતો. એ સમયે વર્ષો બાદ હું મોદીજીને મળ્યો હતો. ત્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં. હીરાબા મારા માતા જેવા છે. મારો ધર્મ અલગ હોવા છતાં તેમણે ક્યારેય મારી સાથે એવો ભેદ રાખ્યો નથી.


ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદીનું અભિવાદનઃ
પ્રધાનમંત્રી મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. વંદે માતરમ, ભારત માતાકી જય અને મોદી મોદીના નારા લાગ્યા જ્યારે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પગ મુક્યો. ઓસ્ટ્રેલિયાના અલગ અલગ શહેરોમાંથી સિડનીમાં પીએમ મોદીને મળવા અહીં પહોંચ્યા છે સેકડો લોકો. આજે બપોરે ભારતીય મુળના લોકોને સંબોધિત કરવાના છે પીએમ મોદી. સિડની ઓલમ્પિક પાર્કમાં પહોંચી રહ્યાં છે લોકો. 


20 હજાર સીટ છે આ કાર્યક્રમમાં. પણ લાખો લોકોએ અહીં આપવા માટે પ્રયાસ કર્યો હતો. લોકો પોતાની ઓફિસમાં રજા રાખીને મોદીજીને આવકારવા માટે અહીં આવ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય મૂળના લોકો હજારો કિલોમીટરની 12 થી 15 કલાકની જર્ની કરીને બ્રિઝબેન અને દૂર દૂરથી સિડનીમાં આવ્યાં છે. ભારત અને મોદીજી વિશે ચર્ચા કરતા લોકો અહીં આવ્યાં છે. નાના બાળકો પણ અહીં પીએમ મોદીને આવકારવા માટે આવ્યાં છે સીડનીમાં. 


સિડનીના આકાશમાં વેલકમ મોદી લખવામાં આવી રહ્યું. પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત કેટલી મહત્ત્વની છે એ આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. ખાસ વિમાનથી વેલકમ મોદી એવો સંદેશો લખવામાં આવી રહ્યો છે. આખી દુનિયાની નજર અત્યારે ઓસ્ટ્રેલિયાના સીડની પર છે. જ્યારે અનોખી રીતે તેમનું સ્વાગત થઈ રહ્યું છે. અનેક કાર્યક્રમો ત્યાં છે. ત્યાંના બિઝનેસમેન અને મોટા માથાઓ સાથે પીએમ મોદી મુલાકાત કરવાના છે. પીએમ મોદીના સ્વાગતમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં થઈ રહ્યાં છે ગરબા. ઢોલિડા ઢોલ રે વગાડ મારે હિચ લેવી છે એવા ગીતો સિડનીમાં મોદીજીના સ્વાગતમાં વાગી રહ્યાં છે. પીએમ મોદીનું દુનિયાભરમાં કેવું વર્ચસ્વ છે એ આવા કાર્યક્રમો થકી જાણી શકાય છે.