પીએમ મોદીએ કર્યો ડોનાલ્ડ ટ્રમ્પને ફોન, જાણો શું વાતચીત કરી
અધિકારીઓએ જણાવ્યું કે, ટ્રમ્પ અને મોદીએ વાતચીત દરમિયાન એક બીજાને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા અને દ્વિપક્ષીય સંબંધો મુદ્દે ચર્ચા કરી હતી
નવી દિલ્હીઃ વડા પ્રદાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોટલાઈન પર સોમવારે સાંજે વાતચીત કરી હતી. બંને વચ્ચે આંતકવાદ વિરોધી પગલાં અને ઉર્જાના ક્ષેત્રમાં વધતા દ્વિપક્ષીય સહયોગની પ્રશંસા કરી હતી.
નવા વર્ષની શુભેચ્છા પાઠવી
અધિકારીઓએ જણાવ્યું કે, તેમણે વાતચીત દરમિયાન એક-બીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને વર્ષ 2018માં ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના સતત વધતા સ્તર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને મોટી લપડાક, CBI ચીફ આલોક વર્માને ડ્યૂટી પર હાજર કરવા આદેશ
શિખર સંમેલનની પ્રશંસા કરી
તેમણે નવી 2+2 વાટાઘાટો વ્યવસ્થા અને ભારત, અમેરિકા તથા જાપાન વચ્ચેના પ્રથમ ત્રિપક્ષીય શિખર સંમેલનની પણ પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ સ્થાનિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સમન્વય ઉપરાંત સંરક્ષણ, આતંકવાદ નિરોધક પગલાં અને ઉર્જાના ક્ષેત્રમાં વધતા દ્વિપક્ષીય સહયોગની પણ પ્રશંસા કરી હતી.
(ફાઈલ ફોટો)
મોદી અને ટ્રમ્પ વચ્ચે સોમવારે સાંજે થયેલી વાતચીતરમાં 2019માં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા તથા સાથે મળીને કામ કરવા અંગે સહમતિ વ્યક્ત કરી હતી.