Tourist place in Rome : થોડા સમય પહેલા જી-20 દેશોનું શિખર સંમેલન 2021 માં ઈટલીની રાજધાની રોમમાં થયુ હતું. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. તે સમયે તેમનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ વૈશ્વિક નેતાઓ સાથે એક ફાઉન્ટેનમાં સિક્કો નાંખતા દેખાયા હતા. આ રોમનં ફેમસ ટ્રેવી ફાઉન્ટેન છે. જેમાં સિક્કો ફેંકવાની જૂની માન્યતા છે. માનવામાં આવે છે કે, જેનો સિક્કો યોગ્ય જગ્યાએ પડે છે, તેને ફરીથી રોમમાં આવવાનો મોકો મળે છે. દર વર્ષે લાખો મુસાફરો રોમ આવે છે અને આ ફાઉન્ટેનમાં પોતાનુ નસીબ અજમાવે છે. બાદમાં આ તમામ સિક્કાઓને એકઠા કરવામાં આવે છે. આ રૂપિયાથી એક ફૂડ બેંક, એક સૂપ ચિકન અને અનેક વેલભફેર સ્કીમ ચાલે છે. વર્ષ 2022 માં આ ફાઉન્ટેનમાંથી 15.2 લાખ ડોલર એટલે કે 12,59,91,508 રૂપિયા નીકળ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવામાં આવે છે કે, ટ્રેવી ફાઉન્ટેનમાં સિક્કો ઉછાળવાથી મનોકામના પૂરી થાય છે. આ ફાઉન્ટેનમાં ફેંકવામાં આવનારા સિક્કાઓને કેથલિક ચેરિટી સંસ્થા  Caritas ના રોમ ડિવીઝનને સોંપવામાં આવે છે. વર્ષ 2022 માં આ ફાઉન્ટેનમાંથી લગભગ 15.2 લાખ ડોલર રૂપિયા નીકળ્યા હતા. માનવામાં આવે છે કે, વર્ષ 2023 માં આ રકમ વધુ હોઈ શકે છે. 


ગુજરાતના 14 શહેરોમાં ગરમીનો પારો ઉંચકાયો, આ 5 શહેરો તો ભઠ્ઠીની જેમ શેકાયા


રોમમાં ખ્રિસ્તી ધર્મના સૌથી મોટો ધર્મગુરુ પોપ બેસે છે અને દર વર્ષે અંદાજે 2.1 કરોડ પ્રવાસીઓ આ શહેરમાં આવે છે. ટ્રેવી ફાઉન્ટેનની આસપાસ લગાવવામા આવેલ સાઈન બોર્ડમાં લખાયેલુ છે કે, ફાઉન્ટેનમાં ફેંકવામાં આવેલા સિક્કાઓનો ઉપયોગ પરોપકારી કાર્યો માટે કરાય છે. દિવસ રાત આ ફાઉન્ટેન પાસે લોકોની ભીડ જામેલી હોય છે. માન્યતા છે કે, તમે જમણા હાથથી ડાબા ખભા તરફ ઉપરથી સિક્કો ફાઉન્ટેનમાં ઉછાળો છો તો તમારી ફરીથી રોમમાં વાપસી થશે. સાથે જ લોકો સિક્કો ઉછાળતા સમયે પોતાના વિશ પણ માંગે છે. 


અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં ફરી એકવાર આંધી સાથે વરસાદ આવશે


ફાઉન્ટેનનો ઈતિહાસ
ટ્રેવી ફાઉન્ટેન 1762 માં બનીને તૈયાર થયો હતો. તે સેન્ટ્રલ રોમમાં  Palazzo Poli ની એક સાઈડને કવર કરે છે. તેમાં Tritons નું સ્ટેચ્યુ છે, જે Oceanus ના રથને રસ્તો બતાવે છે. આ પાણીના પ્રવાહને રોકવાનું એક પ્રતીક છે. આ જગ્યાએ ઈટલીના ફેમસ ફિલ્મકાર  Federico Fellini એ La Dolce Vita ના એક સીનનું શુટિંગ કર્યુ હતું. આ સીનમાં હીરો અને હીરોઈન ફાઉન્ટેનમાં ઉતર્યા હતા. પંરતુ હવે આ ફાઉન્ટેનમાં ઉતરવા પર પ્રતિબંધ છે. આવુ કરવાથી પર દંડ વસૂલવામાં આવે છે. 


જામનગરના સુખી સંપન્ન પરિવારની ત્રણ પેઢીએ એકસાથે દીક્ષા લીધી, ગુજરાતનો પહેલો પ્રસંગ