જામનગરના સુખી સંપન્ન પરિવારની ત્રણ પેઢીએ એકસાથે દીક્ષા લીધી, ગુજરાતનો પહેલો પ્રસંગ
Jain Samaj Diksha : જૈન ધર્મમાં દીક્ષાનું અનેરું મહત્વ હોય છે. ત્યારે જુનાગઢ ખાતે જૈન ધર્મશાળામાં એક અનોખો દીક્ષા સમારોહ યોજાયો હતો. જામનગરના સમૃદ્ધ પરિવારની ત્રણ પેઢીએ એક સાથે સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. દાદા, પિતા અને પુત્ર એકસાથે સંયમના માર્ગે નીકળી પડ્યા છે.
જામનગરમાં સુખી સંપન્ન પરિવારની ત્રણ પેઢીએ એકસાથે દીક્ષા લીધી છે. ગુજરાતના આ પ્રથમ પ્રસંગ બન્યો છે, જેમાં ત્રણ પેઢીના પુરુષોએ એકસાથે દીક્ષા લીધી હોય છે. જામનગરના 80 વર્ષીય અજીતકુમાર શાહ, તેમનો બિઝનેસ મેન પુત્ર કૌશિક શાહ (ઉંમર 52 વર્ષ( અને CA નો અભ્યાસ કરતાં પૌત્ર વિરલ શાહે એક સાથે દિક્ષા લીધી છે. 25 વર્ષીય વિરલ સીએ ફાઈનલનો અભ્યાસ કરી રહ્યો હતો.
તાજેતરમાં જુનાગઢ ગિરનાર દર્શન ધર્મશાળા ખાતે આજીવન આયંબિલધારી અને આચાર્ય હેમવલ્લભસુરીજી મહારાજ અને આચાર્ય જગતશેખર મહારાજની નિશ્રામાં દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. દીક્ષા લીધા બાદ તેમના નામ અનુક્રમે વલ્લભવિજયજી (અજિતભાઈ), આજ્ઞાવલ્લભવિજયજી (કૌશિકભાઈ) અને વિદ્યા વલ્લભવિજયજી (વિરલ) તરીકે રાખવામાં આવ્યા છે.
આ અગાઉ પણ અનેક જૈન પરિવારોએ દીક્ષા લીધી હોય તેવા અનેક ઉદાહારણો છે. પરંતુ ત્રણ પેઢીના પુરુષો એકસાથે દીક્ષા લે તેવો આ પહેલો પ્રસંગ છે. આ પવન પ્રસંગના મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો સાક્ષી બન્યા હતા. તેઓએ જણાવ્યુ હતું કે પિતા-પુત્ર અને પૌત્રએ એક સાથે દિક્ષા લીધી હોય તેવો ગુજરાતનો આ પ્રથમ પ્રસંગ છે. આ સમારોહ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જૈન સમાજના ઈતિહાસમાં પ્રથમ કહી શકાય તેવી ઘટના જામનગરના કુટુંબમાં બની છે. જેમાં પૌત્ર, પિતા અને દાદાએ સંસારનો ત્યાગ કરીને સંયમના માર્ગે પ્રયાણ કર્યુ છે.
કેવી રીતે લેવાય છે દીક્ષા
જૈન સમાજમાં દીક્ષાનું અનેરું મહત્વ હોય છે. જેમાં લોકો સાંસારિક મોહમાયા ત્યજીને સંયમનો માર્ગ અપનાવતા હોય છે. જેમાં લોકો પોતાની ધન, દૌલત બધુ જ પાછળ છોડીને સંયમના માર્ગે નીકળી જતા હોય છે. જૈન સમાજની આ વિધિ એક કઠિન પરીક્ષા છે. પરંતુ બધાની દીક્ષા મળતી નથી. જૈન સમાજની ભગવતી દીક્ષા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ બ્રહ્મચર્ય અને ઔચર્ય જેવા પાંચ મહાવ્રતનું પાલન કરવું પડે છે. સંસારના બધા જ મોહ ત્યજી દીક્ષાર્થીઓ ધન મિલકતનું દાન કર્યા પછી સમગ્ર જીવન પોતાની પાસે કોઈ પણ પ્રકારની ધન મિલકત રાખતા નથી. સંધ્યા બાદ આ જૈન સાધી સાધ્વીઓ ભોજન અને પાણી ગ્રહણ કરતા નથી તો બપોરે પણ ભોજન માટે ઘરોઘર ગોચરી લેવા જવું પડે છે. તો સાથે જ સમગ્ર જીવન વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કર્યા વિના માત્ર સ્વાધ્યાય, સેવા અને વૈયાવચ દ્વારા જીવન નિર્વાહ કરવું પડે છે.
Trending Photos