નવી દિલ્હી: તામિલનાડુના મહાબલીપુરમમાં 11-12 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બીજી અનૌપચારિક શિખર બેઠક થવા જઈ રહી છે. બંને નેતાઓ યુનેસ્કોની કેટલીક વિશ્વ ધરોહર જેવા સ્થળોનું ભ્રમણ કરશે અને કલાક્ષેત્ર દ્વારા પ્રસ્તુત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની પ્રસ્તાવિત બેઠક માટે 11 ઓક્ટોબરના રોજ બપોર પછી ચેન્નાઈ પહોંચશે. આ સ્થળ મહાબલીપુરમથી 50 કિમી દૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબ: ફિરોઝપુરની હુસૈનીવાલા બોર્ડર નજીક ફરી જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન


સૂત્રોના જણાવ્યાં મુજબ આ બંને નેતાઓ મહાબલીપુરમમાં સાંજે બેઠક કરશે અને વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ જિનપિંગને કાંઠાના શહેરમાં પલ્લવ શાસકો દ્વારા નિર્મિત કેટલીક ઐતિહાસિક ધરોહરોની મુલાકાત કરાવશે. તેમણે કહ્યું કે મોદી ચીનના રાષ્ટ્રપતિના સન્માનમાં ડીનરનું આયોજન કરશે અને બંને નેતાઓ ત્યાં કલાક્ષેત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. સૂત્રોએ જણાવ્યું કે ત્યારબાદ બંને નેતાઓ 12 ઓક્ટોબરના રોજ પોતાના પ્રતિનિધિઓ વચ્ચે વાર્તાના બીજા તબક્કામાં સામેલ થશે. ત્યારબાદ શી બપોરે 2 વાગે સ્વદેશ રવાના થઈ જશે. બીજા દિવસની વાર્તા તાજ સમૂહ દ્વારા સંચાલિત ફિશરમેન્સ કોવમાં થશે. વાર્તા જો કે અનૌપાચિક છે તો કોઈ પણ ઔપચારિક વાર્તા કે કોઈ પણ કરાર પર હસ્તાક્ષર થશે નહીં. 


ડોવાલ અને વાંગ યી પણ સામેલ થશે
વાર્તામાં ભારત તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સામેલ થશે જ્યારે ચીન તરફથી જિનપિંગ ઉપરાંત ચીનના વિદેશ મંત્રી વાંગ યી સામેલ થશે. 


મહાબલીપુરમનું છે ચીન કનેક્શન
સૂત્રોના જણાવ્યાં મુજબ ઈતિહાસ અને સંસ્કૃતિમાં બંને નેતાઓનો સમાન રસ હોવાના કારણે બીજી અનૌપચારિક વાર્તા માટે વિશ્વ ધરોહર જેવું સ્થળ મહાબલીપુરમ પસંદ કરવામાં આવ્યું છે. આ શહેરનો ચીન સાથે પણ ઐતિહાસિક સંબંધ છે. કહેવાય છેકે આ શહેરનો ચીન સાથે 1700 વર્ષ જૂનો ઈતિહાસ સંકળાયેલો છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...