પંજાબ: ફિરોઝપુરની હુસૈનીવાલા બોર્ડર નજીક ફરી જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન

ભારત પાકિસ્તાન ઝીરો લાઈન નજીક ફિરોઝપુરની હુસૈનીવાલા  બોર્ડર નજીક ગત રાતે ફરીથી સતત ત્રીજી રાતે પણ પાકિસ્તાન તરફથી આવેલા બે ડ્રોન સરહદી ગામ હજારા સિંહવાલા ઉપર ઉડતા જોવા મળ્યાં.

પંજાબ: ફિરોઝપુરની હુસૈનીવાલા બોર્ડર નજીક ફરી જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન

ગુરદર્શનસિંહ સંધુ, ફિરોઝપુર: ભારત પાકિસ્તાન ઝીરો લાઈન નજીક ફિરોઝપુરની હુસૈનીવાલા  બોર્ડર નજીક ગત રાતે ફરીથી સતત ત્રીજી રાતે પણ પાકિસ્તાન તરફથી આવેલા બે ડ્રોન સરહદી ગામ હજારા સિંહવાલા ઉપર ઉડતા જોવા મળ્યાં. પાકિસ્તાન તરફથી સતત આવી રહેલા આ ડ્રોન જ્યાં એક બાજુ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે ત્યાં ગામના લોકોમાં પણ ડરનો માહોલ બનેલો છે. ગ્રામીણોનું કહેવું છે કે આ ડ્રોન તેમના ગામની ઉપર સુધી જોવા મળ્યાં જ્યારે ત્યારબાદ ફિરોઝપુર તરફ જોતા જોયા અને આંખથી દૂર થઈ ગયાં. આમ તો સરહદ પારથી આવતા આ  ડ્રોનને લઈને બીએસએફ અને સેના તથા પોલીસ દ્વારા સર્ચ અભિયાન છેલ્લા બે દિવસોથી ચાલુ છે, એ અલગ વાત છે કે સુરક્ષા દળોને હજુ આ મામલે કોઈ સફળતા મળી નથી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ ગત રાતે ફિરોઝપુરના હુસૈનીવાલા ઇન્ડો-પાક બોર્ડર પર સીમા નજીક ફરી એક ડ્રોન જોવા મળ્યું હતું. લોકોને રાત્રે લગભગ 7.20 વાગ્યે આ ડ્રોન દેખાયું હતું. પહેલા આ ડ્રોન હાજરાસિંહવાલા ગામમાં જોવા મળ્યું હતું અને તેના થોડા કલાકો પછી રાત્રે લગભગ 10.10 વાગ્યે ટેડીવાલા ગામમાં જોવા મળ્યું હતું. ભારત પાક સીમા નજીકના આ ગામમાં લોકોને રાત્રીના સમયમાં તેમના ઘરની છત પર ફરી રહેલા આ ડ્રોનને જોયું અને તેનો મોબાઇલથી વીડિયો બનાવ્યો હતો. તેની જાણકારી તાત્કાલીક પોલીસ અને સુરક્ષાદળને કરી હતી.

આ અગાઉ પણ હુસૈનીવાલામાં બીએસએફે ડ્રોન ઉડતું જોયું હતું. ભારત પાક બોર્ડની ટેક પોસ્ટ એચ કે ટાવરની પાસે પાકિસ્તાનન તરફ 5 વખત ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. આ ડ્રોન ફરી એકવાર ભારતીય બોર્ડરમાં પ્રવેશ્યું હતું. પાકિસ્તાનની તરફથી ઉડી રહેલા આ ડ્રોનને પ્રથમ વખત રાત્રે 10 વાગ્યાથી 10.40 સુધી જોવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રે 12 વાગ્યેને 25 મીનિટ પર આ ડ્રોન બીજી વખત જોવા મળ્યું હતું. આ પણ જાણવા મળી રહ્યું છે કે, આ ડ્રોન ભારતીય બોર્ડરમાં પ્રવેશ્યું હતું. જેની જાણકારી બીએસએફના જવાનોએ ટોચના અધિકારીઓને કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news