નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નેપાળના જનકપુર ખાતે પહોંચ્યા હતા અને માતા જાનકીના દર્શન કર્યા બાદ ધન્યતા અનુભવતાં કહ્યું હતું કે, આ પવિત્ર ભૂમિ ભારતીયો માટે વિશેષ છે. બંને દેશોના સહયોગથી અનોખી રામાયણ સર્કિટનો પ્રારંભ કરાઇ રહ્યો છે જે બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવશે. વધુમાં એમણે જનકપુરથી અયોધ્યા સીધી બસ સેવાનો પ્રારંભ કરાવતાં ખુશી વ્યક્ત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પે કરી મોટી જાહેરાત; 12 જૂનના રોજ કિમ જોંગ સાથે કરશે મુલાકાત, ક્યાં? ક્લિક કરીને જાણો


બે દિવસીય પ્રવાસ માટે નેપાળ ગયેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર સવારે 10-30 કલાકે નેપાળના જનકપુર પહોંચી ગયા હતા. અહીં એરપોર્ટ પર પીએમ મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જનકપુર એરપોર્ટ પર ઉતર્યા બાદ પીએમ મોદી સીધા જાનકી મંદિર માટે રવાના થયા હતા. જાનકી મંદિરમાં પીએમ મોદી પૂજા અર્ચના કરશે. વડાપ્રધાન બન્યા બાદ મોદીનો આ ત્રીજો નેપાળ પ્રવાસ છે.



અહીંના પવિત્ર જાનકી મંદિરે પૂજા અર્ચન બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, નેપાળના વડાપ્રધાન ઓલીજી દ્વારા કરાયેલું મારૂ સ્વાગત સન્માન એ આ સવાસો કરોડ ભારતીયોનું સન્માન છે. આજે પ્રવાસન વ્યવસાય તેજ ગતિએ વધી રહ્યો છે. સૌથી વધુ ગ્રોથ ટુરીઝમનો થઇ રહ્યો છે. રામાયણ સર્કિટ બંને દેશોના શ્રધ્ધાળુઓ માટે મહત્વનો સાબિત થશે. બંને દેશો મળીને રામાયણ સર્કિટ માટે આજે મહત્વનો નિર્ણય લેવાશે. મારા માટે આજે ખુશીની વાત છે કે જે ઉત્તરપ્રદેશે મને સાંસદ બનાવ્યો અને સવા સો કરોડ દેશવાસીઓએ મને વડાપ્રધાન બનાવ્યો, આજે જનકપુર માટે સીધી બસ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે જે માટે સૌનો આભાર માનું છું. આ એક નવો ઇતિહાસ બનાવશે. ફરી એકવાર વડાપ્રધાન ઓલીનો આભાર માનું છું.



નેપાળના વડાપ્રધાન કે પી ઓલીએ નેપાળ આવવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, જાનકી જન્મ ભૂમિ, પવિત્ર ભૂમિ પર આવવા બદલ એમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું. ભારત અને નેપાળના સંબંધો સૈકાઓથી મૈત્રીપૂર્ણ રહ્યા છે. આ સંજોગોમાં આ સંબંધ આવનાર સમયમાં પણ સહાર્દપૂર્ણ બની રહે એ માટે આજનો દિવસ મહત્વનો બની રહેશે. ભગવાન રામે આ ભૂમિ પર ધનુષ્ય ભંગ કર્યો હતો. ગુરૂ વાલ્મિકી અને લવ કુશ સાથે સંકળાયેલી આ ભૂમિ ભારતીય સંસ્કૃતિ માટે પવિત્ર છે. આજે રામાયણ સર્કિટ માટે જે નિર્ણય લેવાયો છે એ બંને દેશો માટે સીમાચિહ્ન રૂપ બનશે.