નવી દિલ્હી: દુનિયાભરના નેતાઓની ગ્લોબલ એપ્રૂવલ રેટિંગને લઇને અમેરિકા (America) ની ડેટા ઇંટેલિજેંસ ફર્મ મોર્નિગ કંસલ્ટએ એક સર્વે કર્યો જેમાં જાણકારી સામે છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) વૈશ્વિક નેતાઓમાં સૌથી આગળ છે. તમને જણાવી દઇએ કે ડેટા ઇંટેલિજેંસ ફર્મ મોર્નિંગ કંસલ્ટે જે આંકડા સામે રાખ્યા છે, તેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે પીએમ મોદી (PM Modi) ની લોકપ્રિયતા દુનિયાભરના નેતાઓમાં સૌથી વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સર્વે અનુસાર પીએમ મોદી (PM Modi) દુનિયાના સૌથી મનપસંદ લીડર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અન્ય વૈશ્વિક નેતાઓની તુલનામાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. ફક્ત ત્રણ વિશ્વના નેતાઓની સ્વિકૃતિ રેટિંગ 60 ટકા ઉપર છે જેમાં પીએમ મોદી સૌથી ઉપર છે. પીએમ મોદીની સ્વિકૃતિ 70 ટકા છે. 

Child Policy: જનસંખ્યા નિયંત્રણ અને અનામત મુદ્દે કેંદ્રીય મંત્રી આઠવલે આપી આ સલાહ


Tokyo Paralympics: પ્રમોદ ભગતે બેડમિન્ટનમાં ગોલ્ડ તો મનોજ સરકારે જીત્યો બોન્ઝ મેડલ


આ ગ્રાફમાં પિંક લાઇનને જોઇને, જે સૌથી ઉપર છે, તમે સરળતથી સમજી શકો છો કે પીએમ મોદીની દુનિયાભરમાં કેવી લોકપ્રિયતા છે. પીએમ મોદીની લોકપ્રિયતાને લઇને જો મોર્નિંગ કંસલ્ટનો ગત રિપોર્ટ પર નજર નાખી તો જૂનમાં આવેલા આંકડામાં અન્ય વૈશ્વિક નેતાઓની તુલનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની લોકપ્રિયતા 66 ટકા રહી હતી. એવામાં આ વખતે મોર્નિંગ કંસલ્ટની રેટિંગ પીએમ મોદીએ બઢત બનાવી છે. તો બીજી તર દુનિયાના સૌથી તાકતવર દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) લોકપ્રિયતાના મામલે 5મા સ્થાન પર છે. તેમને 48 ટકા લોકોએ પોતાની સ્વિકાર્યતા આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube