Tokyo Paralympics: પ્રમોદ ભગતે બેડમિન્ટનમાં ગોલ્ડ તો મનોજ સરકારે જીત્યો બોન્ઝ મેડલ
ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં (Tokyo Paralympics) માં ભારતના પ્રમોદ ભગતે બેડમિન્ટન પુરૂષ સિંગલ SL3 માં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તો આ તરફ મનોજ સરકારે બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં (Tokyo Paralympics) માં ભારતના પ્રમોદ ભગતે બેડમિન્ટન પુરૂષ સિંગલ SL3 માં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તો આ તરફ મનોજ સરકારે બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે ભારતે પેરાલિમ્પિક્સ ગેમ્સમાં (Tokyo Paralympics) 7 સિલ્વર મેડલ, 6 બ્રોન્ઝ , 4 ગોલ્ડ આ કુલ 17 મેડલ પ્રાપ્ત કર્યા છે.
પ્રમોદ ભગતે પુરૂષ સિંગલ્સના SL3 કેટેગરીમાં ફાઇનલમાં ડેનિયલ બ્રેથેલને માત આપી હતી. આ ઇવેંટનો બ્રોન્ઝ મેડલ ભારતના મનોજ સરકારના નામે રહ્યો. પ્રમોદ ભગતે 45 મિનિટ સુધી ચાલેલા મુકાબલમાં ડેનિયાલને 21-14, 21-17 માત આપી હતી. વર્લ્ડ નંબર વન ખેલાડી પ્રમોદ ભગત ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ખેલાડી પણ બની ગયા હતા.
પ્રમોદ કુમારનો સામનો ગ્રેટ બ્રિટેનના ડેનિયલ બ્રેથેલ સાથે થયો હતો. બંને વચ્ચે પહેલી ગેમમાં સારો મુકાબલો જોવા મળ્યો હતો. પહેલી ગેમમાં ડેનિયલે શરૂઆતમાં બઢત લેવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રમોદ કુમારે સારી વાપસી સાથે પ્રથમ ગેમ 21-14 સાથે પોતાના નામે કરી દીધી. આ ગેમ 21 મિનિટ સુધી ચાલી. આ ઉપરાંત ડેનિયલે શરૂઆતમાં લાંબી લીડ બનાવી લીધી હતી. એક સમયે પ્રમોદ 4-12 થી પાછળ રહ્યા હતા. પરંતુ તેમણે શાનદાર વાપસી કરી અને બીજી ગેમમાં 21-17 થી પોતાના નામે કરી લીધી.
મનોજ સરકારે જીત્યો બ્રોન્ઝ
તો બીજી તરફ આ ઇવેન્ટના બ્રોન્ઝ મેડલ મેચમાં મનોજ સરકારે જાપાનના ફુજીહારાને માત આપી. મનોજ સરકારનો સામનો જાપાનના ફુજિહારા ડેસુકે સાથે હતો. ફુજિહારાને સેમીફાઇનલમાં પ્રમોદ ભગતે માત આપી હતી. મનોજ સરકાર પહેલી ગેમમમં પાછળ રહ્યા હતા પરંતુ તેમણે જોરદાર વાપસી કરી અને 27 મિનિટ સુધી ચાલેલા આ રોમાંચક ગેમને 22-20 થી પોતાના નામ કર્યો. બીજી ગેમ તેમણે ફક્ત 19 મિનિટમાં 21-13 થી પોતાના નામે કરી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે