UN માં આજે સાંજે PM મોદીનું સંબોધન, ચીન-પાકિસ્તાન સહિત દુનિયાભરના દેશોની રહેશે નજર
પીએમ નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરશે. સાંજે સાડા 6 વાગે પીએમ મોદીનું સંબોધન રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આતંકવાદ, કોરોના, અને જળવાયુ પરિવર્તન પર દુનિયાને સંદેશ આપશે.
વોશિંગ્ટન: પીએમ નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરશે. સાંજે સાડા 6 વાગે પીએમ મોદીનું સંબોધન રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આતંકવાદ, કોરોના, અને જળવાયુ પરિવર્તન પર દુનિયાને સંદેશ આપશે.
આતંકની સાઠગાંઠ પર કરશે પ્રહાર
આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં થનારા પીએમ મોદીના ભાષણ પર દુનિયાના અનેક દેશોની નજર રહેશે. ખાસ કરીને પાકિસ્તાન અને ચીનની તો બાજ નજર રહેશે કારણ કે આશા છે કે પીએમ મોદી આ વખતે પણ આતંકની સાઠગાંઠ પર પ્રહાર કરશે.
આતંક વિરુદ્ધ તમામ દેશોએ ભાગીદારી કરવાની જરૂર
અત્રે જણાવવાનું કે 2014માં જ્યારે પીએમ મોદીએ UNGA માં ભાષણ આપ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધ લડતમાં તમામ દેશોની ભાગીદારીની જરૂર છે. જ્યારે 2019ના પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આતંક વિરુદ્ધ અમે સતર્ક છીએ અને આક્રોશિત પણ. અમે દુનિયાને યુદ્ધ નહીં પણ બુદ્ધ આપ્યા છીએ. આ વખતે પણ પીએમ મોદી અફઘાનિસ્તાન પર ચીન-પાકિસ્તાનની ચાલ પર પ્રહાર કરી શકે છે.
ક્વાડ દેશોની બેઠકથી ચીનની ચિંતા વધી
નોંધનીય છે કે વોશિંગ્ટનમાં ક્વાડ દેશોની બેઠકે ચીનની ચિંતા વધારી છે. ક્વાડ દેશોએ એક સૂરમાં ખુલ્લા અને સ્વતંત્ર હિન્દ-પ્રશાંત ક્ષેત્રનો મુદ્દો ઉઠાવ્યો. એટલે કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા હિન્દ- પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા હસ્તક્ષેપ પર લગામ લગાવવા માંગે છે. આ જ કારણ છે ચીન ક્વાડ વિરુદ્ધ ઝેર ઓકે છે. ક્વાડ દેશોની બેઠકમાં અફઘાનિસ્તાન, કોરોના વાયરસ, સાઈબર સુરક્ષા અને જળવાયુ પરિવર્તન ઉપર પણ ચર્ચા થઈ.
અત્રે જણાવવાનું કે ભારત અને અમેરિકા આર્થિક, રક્ષા, ટેક્નિકલ અને વેક્સીન પર સહયોગ વધારશે. પીએમ મોદી અને જો બાઈડેને આતંકવાદ અને અફઘાનિસ્તાન પર ચર્ચા કરી. UNSC ની સ્થાયી સદસ્યતા ઉપર પણ ભારતને અમેરિકાનો સાથ મળ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube