નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનના ષડયંત્ર એક પછી એક ખતમ થવાના નામ જ નથી લેતા. એક બાજુ આતંકની ચાલ અને બીજી બાજુ યુદ્ધની ધમકી. ક્યારેક પાકિસ્તાન તરફથી તો ક્યારેક પાકિસ્તાનની સેનાના લોકો તરફથી. હવે યુદ્ધની એક નવી ધમકી આપવામાં આવી છે અને આ વખતે આપી છે પાકિસ્તાનના ગેરકાયદે કબ્જાવાળા કાશ્મીરના પ્રધાનમંત્રી રાજા ફારૂક હૈદર તરફથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીઓકેના પ્રધાનમંત્રી રાજા ફારૂક હૈદરે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને ભારત પર હુમલો કરવા કહ્યું છે. રાજા ફારૂક હૈદરે કહ્યું કે ઈમરાન ખાન પાકિસ્તાનની સેનાને ભારત પર હુમલાના આદેશ આપે. તેમણે એમ પણ કહ્યું કે ઈમરાન ખાન ભારત વિરુદ્ધ આકરા પગલાં લે. માત્ર નિવેદનો આપવાથી કામ નહીં થાય. હૈદરે એમ પણ કહ્યું કે ભારત પીઓકે અંગે હવામાનની આગાહી કરી રહ્યું છે અને પાકિસ્તાને હવે દિલ્હીના હવામાનની અપડેટ આપવી જોઈએ. 


પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના પ્રધાનમંત્રી રાજા ફારૂક હૈદર, પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અને પાકિસ્તાની સેનાના આર્મી ચીફ બાજવાને ઝી ન્યૂઝ તરફથી ખાસ ચેતવણી. ભારતે અત્યારે તો માત્ર પીઓકના હવામાનના હાલચાલ બતાવ્યાં છે અને પાકિસ્તાને વધુ ડંફાશ મારી તો હિન્દુસ્તાનની વીર સેના પીઓકેમાં ઘૂસીને તિરંગો લહેરાવવામાં અઠવાડિયા દસ દિવસનો સમય પણ નહીં લે. 


પાકિસ્તાને 'લદ્દાખ'ના હવામાનની સ્થિતિ બતાવવામાં કરી ભારે ભૂલ, લોકો ઉડાવી રહ્યા છે મજાક


દિલ્હીના હવામાનના હાલ બતાવશે પાકિસ્તાન?
હકીકતમાં થોડા દિવસ પહેલા ભારતે પીઓકેથી લઈને ગિલગિટ બાલ્ટિસ્તાન સુધીના હવામાનના હાલચાલ દર્શાવ્યા હતાં. રાજા ફારૂક હૈદરને મરચા એ વાત પર લાગ્યા છે. ત્યારબાદ સમગ્ર પાકિસ્તાનમાં જાણે હડકંપ મચી ગયો. પીઓકેના પ્રધાનમંત્રી રાજા ફારૂક હૈદરને અહેસાસ થઈ ગયો છે કે હવે એ દિવસ દૂર નથી કે જ્યારે ફારૂક હૈદરને ભારતીય સેના ગાદી પરથી ઉતારી ફેંકશે અને પીઓકેમાં હિન્દુસ્તાનનો તિરંગો લહેરાવશે. બસ આ દિવસનું વિચારીને હવે રાજા ફારૂક હૈદર ડરી ગયા છે. પોતાની ઔકાત ભૂલીને ભારતને યુદ્ધની ધમકીઓ આપવા લાગ્યા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube