વોશિંગટન: અમેરિકા- ચૂંટણીમાં હાર બાદ વિદાય ભાષણ (Farewell Speech)માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ મંગળવારે દેશને સંબોધિત કર્યો. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાની સરકારની ઉપલબ્ધિઓના વખાણ કર્યા અને અમેરિકન સંસદ કેપિટલ હિલ (Capitol Hill) પર કરવામાં આવેલા હિંસક હુમલાની નિંદા પણ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકીય હિંસા સહન નહી
વિદાય ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)  એ અમેરિકી સંસદ પર હુમલાને ડરામણો ગણાવ્યો. ટ્રમ્પે કહ્યું કે કેપિટલ પર થયેલાથી તમામ અમેરિકી ભયભીત થઇ ગયા હતા કારણ કે આ પ્રકારની હિંસા અમેરિકા (America)  ના સુવ્યવસ્થિત શાસન પર હુમલા સમાન છે. જેને સહન કરી શકાશે નહી. (Donald Trump)  ટ્રમ્પે  આ વાતની અપીલ પણ કરી હતી હવે આપણે પહેલાંથી વધુ પોતાના મૂલ્યો વિશે વિચારવાની જરૂર છે. 


ટ્રમ્પે ગણાવ્યા પોતાની સરકારના કામ
ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)  ફેરવેલ સ્પીચમાં પોતાની સરકારના કામ પણ ગણાવ્યા અને કહ્યું કે અમે પોતાના કાર્યકાળ દરમિયાન ચીન પર ઐતિહાસિક અને યાદગાર શુલ્ક લગાવે. ચીન (China) ની સાથે અમે નવી રણનીતિ ડીલ પણ સાઇન કરી અને વેપાર સંબંધોનો પણ ઉલ્લેખ  કર્યો. આપણ વેપાર સંબંધ (Trade Relation) ઝડપથી બદલાઇ રહ્યા હતા અને અમેરિકા (America) માં અરબો ડોલરનું રોકાણ કર્યું હતું પરંતુ કોરોના વાયરસે અમને અલગ દિશામાં જવા માટે મજબૂર કરી દીધા. 


બાઇડેનને પાઠવી શુભેચ્છાઓ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)  એ ભાવિ રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) ને શુભેચ્છાઓ પણ પાઠવી. ટ્રમ્પે કહ્યું કે અમે હવે નવા વહિવટીતંત્રનું સ્વાગત કરીએ છીએ. ટ્રમ્પે પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ અને પરિવારના સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને આ સાથે જ તેમણે ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસનો પણ આભાર વ્યક્ત કર્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube