2 અરબ કેશ લઇને ભાગી રહી હતી ધનકુબેર નેતાની પત્ની, બોર્ડર પર પકડાઇ ગઇ
રશિયાના હુમલાના લીધે લોકો યૂક્રેન છોડીને યૂરોપીય દેશોમાં શરણ લેવા માટે મજબૂર છે. આ દરમિયાન હંગરીના રિફ્યૂજી બોર્ડર પર ગ્લેમરસ મહિલા પહોંચી. આરોપ છે કે તે પોતાની સાથે સૂટકેશમાં 2.2 અરબ રૂપિયાથી વધુ કિંમતની કેશ (ઍમેરિકન ડોલર અને યૂરોના નોટ) ભરતીને ત્યાં પહોંચી હતી. ખાસ વાત એ છે કે આ મહિલા એક મોટા ટાઇકૂન અને રાજ્નેતાની પત્ની છે.
રશિયાના હુમલાના લીધે લોકો યૂક્રેન છોડીને યૂરોપીય દેશોમાં શરણ લેવા માટે મજબૂર છે. આ દરમિયાન હંગરીના રિફ્યૂજી બોર્ડર પર ગ્લેમરસ મહિલા પહોંચી. આરોપ છે કે તે પોતાની સાથે સૂટકેશમાં 2.2 અરબ રૂપિયાથી વધુ કિંમતની કેશ (ઍમેરિકન ડોલર અને યૂરોના નોટ) ભરતીને ત્યાં પહોંચી હતી. ખાસ વાત એ છે કે આ મહિલા એક મોટા ટાઇકૂન અને રાજ્નેતાની પત્ની છે.
ડેલી મેલના રિપોર્ટ અનુસાર આ પૈસા અમેરિકન ડોલર અને યૂરોમાં છે. તેને હંગરીના કસ્ટમ ડિપાર્ટમેન્ટને પકડી છે. આ પૈસા વિવાદોમાં રહેનાર યૂક્રેનના સાંસદ ઇગોર કોટવિત્સકીની પત્ની અનાસ્તાસિયા કોટવિત્સ્કા સામાન સાથે મળી. સોશિયલ મીડિયા પર તેનો ફોટો પણ વાયરલ થઇ રહ્યો છે. તો બીજી તરફ યૂક્રેનના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૂર્વ સાંસદની પત્ની વિરૂદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો ચે.
તમને જણાવી દઇએ કે કોટવિત્સ્કી યૂક્રેનના સૌથી અમીર સાંસદ હતા. જોકે કોટવિત્સ્કીની પત્નીના સૂટકેસમાં 2.2 અરબ રૂપિયા મળતાં સંબંધિત રિપોર્ટને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું તેમની પત્ની મા બનવાની છે. એટલા મઍટે તે દેશ છોડીને જઇ રહી હતી. જોકે પત્ની પાસે 2 અરબ ડોલર અને યૂરોની નોટ હોવાનો રિપોર્ટ ખોટો ગણાવ્યો છે.
કોટવિત્સ્કીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે મારા બધા પૈસા યૂક્રેનની બેંકોમાં જમા છે. મેં ત્યાંથી કશું પણ નિકાળ્યું નથી. ત્યારબાદ તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ જ બંધ કરી દીધું. જોકે આ મામલે અનાસ્તાસિયાની તરફથી કોઇ સ્પષ્ટતા આવી નથી. રિપોર્ટ અનુસાર તે હંગરીના બે વ્યક્તિ અને પોતાની માતા સાથે મુસાફરી કરી હતી.
ઓબોઝરેવાટેલ સમાચાર પત્રના અનુસાર અનાસ્તાસિયા પર આરોપ છે કે તેમણે યૂક્રેનના વિલોક ચેક પોઇન્ટ પર પોતાની સાથે હાજર પૈસાની જાણકારી આપી ન હતી. પરંતુ હંગરીના કસ્ટમ અધિકારીઓને તેમની પાસેથી અરબોનું ધન મળ્યું. ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોટવિત્સ્કી પોતાના સહયોગીઓ દ્રારા યૂક્રેનના ન્યૂક્લિયર અને યૂરેનિયમની ખાણને કંટ્રોલ કરે છે. જોકે હવે તેના એક ભાગ પર રશિયાએ કબજો જમાવી લીધો છે.
યૂક્રેન બોર્ડર પર હાજર ગાર્ડ પર પણ થશે કાર્યવાહી!
તો બીજી તરફ હવે યૂક્રેનના ટ્રાંસકારપૈથિયન ક્ષેત્રના બોર્ડર પર હાજર ગાર્ડ્સ પર પણ કાર્યવાહીની વાત કરવામાં આવી રહી છે. આરોપ છે કે તે લોકો પાસેથી લાંચ લઇને દેશમાંથી બહાર લઇ જવામાં મદદ કરી હતી.
તમને જણાવી દઇએ કે બિઝનેસમેન સેયાર ખુશુતોવે જ કોટવિત્સ્કીના કેસને ઉજાગર કર્યો છે. તેમણે કહ્યું કે કસ્ટમ અધિકારી લાંચના બદલે પૈસાને દેશમાંથી બહાર લઇ જવાની પરવાનગી આપે છે. તેના માટે તે '3 થી 7.5 ટકા'નું કમિશન લે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube