વોશિંગ્ટન : લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી જીત બાદ અમેરિકાને આશા છે કે પોતાનાં બીજા કાર્યકાળમાં આર્થિક સુધારાઓને આગળ વધારવા માટે તેમની પાસે વધારે સ્વતંત્રતા રહેશે. તેના કારણે એક વ્યાપાર અનુકુળ વાતાવરણ બનાવવામાં મદદ મળશે. વ્હાઇટ હાઉસનાં એક વરિષ્ઠ અધિકારીનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે શુક્રવારે મીડિયામાં આ સમાચાર છવાયેલા રહ્યા કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આગામી નિશાન ભારત હોઇ શકે છે. તેમાં ભારતની વિરુદ્ધ સેક્શન 301 તપાસ ચાલુ કરવામાં આવે તેનો સમાવેશ પણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE: માલદીવ પહોંચ્યા PM મોદી, ગાર્ડઓફ ઓનર ઉપરાંત સર્વોચ્ચ નાગરિક સન્માન પણ મળ્યું
અધિકારીએ કહ્યું કે, મોટી ચિંતા ઇ વાણિજ્ય પર ભારત સરકાર દ્વારા હાલમાં જ લગાવાયેલા પ્રતિબંધ અને ડેટાનાં સ્થાનિકરનાં નિયમ છે. તેના કારણે ્મેરિકી કંપનીઓ પર નકારાત્મક પ્રભાવ પડ્યો છે. સાથે જ રોકાણનાં વાતાવરણ પર પણ અસર પડી છે. તેમણે કહ્યું કે, અમેરિકીને આશા છે કે ચૂંટણી પુર્ણ થઇ ચુકી છે અને વડાપ્રધાન મોદી પાસે આકરા આર્થિક સુધાર લાવવા માટે હવે વધારે સ્વતંત્રતા હશે. આ નવા વિદેશી રોકાણને આકર્ષિત કરશે અને કારોબાર અનુકુળ વાતાવરણ બનાવવામાં મદદ કરશે. 


રેલવેના ઈતિહાસમાં પહેલીવાર...હવે ચાલુ ટ્રેનમાં તમને મળશે આ ખાસ સુવિધા
અલીગઢ હત્યા કેસ: મુખ્ય આરોપીની પત્ની અને ભાઈની ધરપકડ, SITને મળ્યો મહત્વનો પુરાવો
ઉલ્લેખનીય છે કે, જાપાનનાં ઓસાકામાં જી20 સમુહની બેઠક દરમિયાન આ મહિનાના અંત સુધીમાં મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થાય તે નિશ્ચિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના સતત બીજા વિજય બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ દબદબો વધી રહ્યો છે. સાથે ભારતનું વર્ચસ્વ પણ વધી રહ્યું છે.