Extremely Poor: અત્યંત ગરીબની વ્યાખ્યા કરવી હોય તો કઈ રીતે કરી શકાય? વર્લ્ડ બેંકે અત્યંત ગરીબની નવી વ્યાખ્યા બહાર પાડી છે જે મુજબ જો કોઈ વ્યક્તિ રોજના 167 રૂપિયા (2.15 ડોલર) કરતા ઓછા કમાય તો તેને અત્યંત ગરીબ ગણવામાં આવશે. અત્યંત ગરીબ માટે આ નવો માપદંડ છે. આ અગાઉ જે વ્યક્તિ 147 રૂપિયા કે તેથી ઓછું કમાણી કરતો હોય તેને અત્યંત ગરીબની શ્રેણીમાં માનવામાં આવતો હતો. અત્રે ખાસ જણાવવાનું કે સમયાંતરે મોંઘવારી, જરૂરી  ખર્ચામાં વૃદ્ધિ સહિત અને માપદંડોના આધારે ગરીબી રેખાના આંકડામાં ફેરફાર થતો રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ બેંક અત્યંત ગરીબનો આ નવો માપદંડ ચાલુ વર્ષના અંત  સુધીમાં લાગૂ કરશે. હાલના સમયમાં વર્ષ 2015ના આંકડાના આધારે સમીક્ષા થાય છે જ્યારે આ દરમિયાન અનેક વસ્તુઓમાં ફેરફાર આવેલો છે. પણ વર્ષ 2017ના આંકડાનો ઉપયોગ કરીને હવે નવી વૈશ્વિક ગરીબી રેખા નિર્ધારિત કરાઈ છે. 


આ નવા માપદંડને જો ધ્યાનમાં લઈએ તો હવે જે વ્યક્તિ રોજિંદુ 2.15 ડોલર પ્રતિદિનથી પણ ઓછું કમાણી કરતો હોય તો તેને અત્યંત ગરીબ શ્રેણીમાં ગણી શકાય. 2017માં વૈશ્વિક સ્તરે આ શ્રેણીમાં 70 કરોડ લોકો હતા જ્યારે હાલના સમયને જોતા હવે તેમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખામાં વધારો દુનિયાના અન્ય ભાગોની સરખામણીમાં 2011 અને 2017 વચ્ચે ઓછી આવકવાળા દેશોમાં પાયાની જરૂરિયાતના ભોજન, કપડાં અને મકાનની જરૂરીયાતમાં વધારો દર્શાવ છે. સરળ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે 2011ના સમયમાં 1.90 ડોલરનું જે મૂલ્ય હતું તે જ મૂલ્ય 2017માં 2.15 ડોલરનું છે. 


હવે જો ભારતની વાત કરીએ તો અહીં બીપીએલ (ગરીબી રેખા નીચે)ની સ્થિતિમાં 2011ની સરખામણીમાં 2019માં 12.3 ટકાનો ઘટાડો આવ્યો છે. જેનું કારણ ગ્રામીણ ગરીબીમાં ઘટાડો છે એટલે કે ત્યાં આવક વધી છે. ગ્રામીણ વિસ્તારોમાં જોઈએ તો  ઝડપથી ઘટાડાની સાથે ત્યાં અત્યંત ગરીબોની સંખ્યા વર્ષ 2019માં ઘટીને અડધી થઈ 10.2 ટકા થઈ. જ્યારે વર્ષ 2011માં તે 22.5 ટકા હતી. જો કે તેમાં બીપીએલ માટે વર્લ્ડ બેંકનો દૈનિક 1.90 ડોલર કમાણીનો આધાર ગણવામાં આવ્યો છે. આંકડા મુજબ નાના ખેડૂતોની આવકમાં વધારો થયો છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube