Israel માં સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિએ નેતન્યાહૂને બોલાવ્યા, 28 દિવસમાં બહુમત કરવો પડશે સાબિત
Netanyahu: ઈઝરાયલમાં બે વર્ષમાં ચાર ચૂંટણી યોજ્યા બાદ પણ કોઈ પાર્ટી કે ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી નથી. હવે રાષ્ટ્રપતિએ નેતન્યાહૂને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે.
યરૂશલમઃ ઇઝરાયલના રાષ્ટ્રપતિ રૂવન રિવલિને બેન્ઝામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) ને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. 23 માર્ચે દેશમાં બે વર્ષમાં ચોથી ચૂંટણી થવા છતાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત મલ્યો નહીં અને ન કોઈ ગઠબંધન સરકાર બનાવવામાં સફળ થયું. છેલ્લા 70 વર્ષોમાં ઇઝરાયલમાં અત્યાર સુધી કોઈ પાર્ટી બહુમત હાસિલ કરી શકી નથી. નેતન્યાહૂની પાસે ગઠબંધન બનાવવા માટે 28 દિવસનો સમય છે. આ સિવાય જો જરૂર પડી તો તે સરકાર રચવા માટે બે સપ્તાહનો વધારાનો સમય માંગી શકે છે.
28 દિવસમાં સાબિત કરવો પડશે બહુમત
જો નેતન્યાહૂ સરકાર બનાવવામાં નિષ્ફળ રહે તો રાષ્ટ્રપતિ કોઈ અન્ય ઉમેદવારને ગઠબંધન બનાવવાની તક આપી શકે છે. 52 સાંસદોએ નેતન્યાહૂના નામની ભલામણ કરી હતી, પરંતુ જાદૂઈ આંકડા 61 સીટોથી હજુ દૂર છે. સંસદની 120 સીટોમાં નેતન્યાહૂની લિકુડ પાર્ટીએ સૌથી વધુ સીટો જીતી છે. માનવામાં આવી રહ્યું છે કે નેતન્યાહૂ સરકાર બનાવવા માટે પ્રભાવનો ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચોઃ આગામી 15 વર્ષો સુધી સત્તામાં બન્યા રહેશે Vladimir Putin? બનાવ્યો કાયદો
બે વર્ષમાં ચાર ચૂંટણી, કોઈ પાર્ટી કે ગઠબંધનને બહુમત નહીં
પૂર્વ નાણા મંત્રી યાર લાપિડની 45 સાંસદો અને પૂર્વ રક્ષા મંત્રી નફ્તાલી બેનેટની 7 સાંસદોએ ભલામણ કરી હતી. નેતન્યાહૂ પર ભ્રષ્ટાચાર અને લાંચ લેવાનો કેસ ચાલી રહ્યો છે, પરંતુ હજુ સુધી તેમના પર આ મામલે આરોપ સિદ્ધ થયો નથી. રાષ્ટ્રપતિ રિવલિને કહ્યુ કે, હાલ કોઈ પાસે સરકાર બનાવવા લાયક સંખ્યાબળ નથી, પરંતુ મારૂ માનવુ છે કે જે લાયક સરકાર બનાવી શકે છે, તેમાં નેતન્યાહૂનો દાવો સૌથી મજબૂત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube