વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનુમાન વ્યક્ત કર્યું છે કે કોરોના વાયરસ સંક્રમણના કારણે અમેરિકામાં 70,000 લોકોના જીવ જઈ શકે છે. પરંતુ એમ પણ કહ્યું કે શરૂઆતમાં વ્યક્ત કરાયેલું અનુમાન આ આંકડા કરતા ઘણું વધારે હતું. આ સાથે તેમણે એમ કહેવાની પણ કોશિશ કરી કે નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદારોએ કેમ ફરીથી તેમની જ પસંદગી કરવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોનાલ્ડ ટ્રમ્પ કિમ જોંગની બીમારી વિશે એવું તે શું જાણે છે? એક નિવેદનથી મચ્યો ખળભળાટ 


ટ્રમ્પ આ મહિનામાં અનેકવાર અનુમાન કરી ચૂક્યા છે કે કોવિડ 19થી અમેરિકામાં લગભગ 60,000 લોકોના મોત થઈ શકે છે.  સોમવારે વ્હાઈટ હાઉસમાં એક પત્રકાર પરિષદમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું અમેરિકી રાષ્ટ્રપતિ વિયેતનામ યુદ્ધની સરખામણીમાં છ અઠવાડિયામાં વધુ અમેરિકીઓના મોત થયા બાદ ફરીથી ચૂંટાવવા માટે હકદાર છે. અત્રે જણાવવાનું કે વિયેતનામ યુદ્ધમાં લગભગ 58,000 અમરિકી સૈનિકો માર્યા ગયા હતાં. 


કોરોના વાયરસને લઈને ફરીથી ચીન પર ફરી ઉઠ્યા સવાલ, અમેરિકાએ આપ્યું મહત્વનું નિવેદન 


જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા મુજબ અમેરિકામાં કોવિડ 19થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 55,000 પાર કરી ગઈ છે. ટ્રમ્પે કહ્યું કે દેશે અનેક લોકો ગુમાવ્યાં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube