ઢાકાઃ Bangladesh 50th Independence Day : પાકિસ્તાનથી બાંગ્લાદેશને આઝાદ થવાના 50 વર્ષ પૂરા થવા પર આયોજીત થનારા સમારહોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળ, શ્રીલંકા, ભૂટાન તથા માલદીવની સરકારોના પ્રમુખ સહિત દુનિયાના ઘણા દેશોના નેતાઓ ભાગ લેશે. આ મહિનાના અંતમાં સ્વતંત્રતા દિવસ સમારોહનું આયોજન થશે. વર્ષ 1971માં બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામ બાદ પાકિસ્તાનથી દેશને આઝાદી મળી હતી. તેની 50મી વર્ષગાંઠ પર 17થી 27 માર્ચ સુધી વિભિન્ન સમારહોનું આયોજન કરવામાં આવશે. આઝાદીની 50મી વર્ષગાંઠ અને રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુઝીબુર રહમાનની જન્મ શતાબ્દીની સાથે-સાથે ઉજવણી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશ સરકારના મુખ્ય સૂચના અધિકારી સુરથ કુમાર સરકારે જણાવ્યુ કે, પ્રધાનમંત્રી મોદી અને નેપાળ, શ્રીલંકા, ભૂટાન અને માલદીવના પ્રમુખ અલગ-અલગ કાર્યક્રમોમાં સામેલ થનારા વિશિષ્ટ વિદેશી મહેમાનોમાં સામેલ થશે. માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મુહમ્મદ સોહિલ 17 માર્ચના ત્રણ દિવસીય પ્રવાસે આવનાર પ્રથમ વિદેશી ગણમાન્ય અતિથિ હશે. ત્યારબાદ શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષે 19 માર્ચના બે દિવસીય પ્રવાસ પર ઢાકા આવશે. નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારી 22 માર્ચે બે દિવસીય પ્રવાસ પર ઢાકામાં રહેશે, જ્યારે ભૂટાનના પ્રધાનમંત્રી લોતાય ત્શેરિંગ 24 અને 25 માર્ચે આવશે. 


આ પણ વાંચોઃ હવે શ્રીલંકા બુરખા પર લગાવશે પ્રતિબંધ, 1 હજારથી વધુ ઇસ્લામિક શાળોઓ કરશે બંધ


પ્રધાનમંત્રી બે દિવસીય યાત્રા પર 26 માર્ચે આવશે અને મુખ્ય સ્વતંત્રતા દિવસ સમારોહમાં સામેલ થશે. આ તકે બાંગ્લાદેશ-ભારતના રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂરા પણ થશે. બાંગ્લાદેશ સરકારે જણાવ્યુ કે, વિદેશી ગણમાન્ય અતિથિ રાષ્ટ્રપિતાની જન્મ શતાબ્દીના અવસર પર બંગબંધુ સંગ્રહાલય પણ જશે. વિદેશ મંત્રી ડો. એકે અબ્દુલ મેમને મીડિયા બ્રીફિંગમાં કહ્યુ કે, આવનાર રાષ્ટ્ર તથા સરકાર પ્રમુખોની સાથે પ્રધાનમંત્રી હસીના વાર્તા પણ કરશે, પરંતુ વિદેશી નેતાઓનું પ્રવાસ પર મુખ્ય જોર અમારા સમારહોમાં સામેલ થવાનું રહેશે. હસીના પોતાના સમકક્ષ મોદીની સાથે 27 માર્ચે વાર્તા કરશે જેમાં મોટા દ્વિપક્ષીય મુદ્દોના સામેલ રહેવાની આશા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube