PM મોદી અને જો બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા, કહ્યું-ભારત-અમેરિકા વચ્ચે વિશ્વાસની ભાગીદારી
PM Modi and Joe Biden bilateral meet: જાપાનના ટોક્યોમાં ક્વાડ સમિટનું આયોજન થયું છે. ટોક્યોમાં વિશ્વના ધુરંધર નેતાઓની આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે. આજે સવારે ક્વાડના સભ્ય દેશોના નેતાઓની બેઠક થઈ અને ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ.
PM Modi and Joe Biden bilateral meet: જાપાનના ટોક્યોમાં ક્વાડ સમિટનું આયોજન થયું છે. ટોક્યોમાં વિશ્વના ધુરંધર નેતાઓની આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે. આજે સવારે ક્વાડના સભ્ય દેશોના નેતાઓની બેઠક થઈ અને ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ. આ દરમિયાન પીએમ મોદીએ ઉલ્લેખ કરતા કહ્યું કે બંને દેશો વચ્ચે ભરોસાની મિત્રતા છે.
સાચા અર્થમાં એક વિશ્વાસની ભાગીદારી- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાની રણનીતિક ભાગીદારી સાચા અર્થમાં એક વિશ્વાસની ભાગીદારી છે. અનેક ક્ષેત્રોમાં અમારા આ સરખા હિતોએ વિશ્વાસના સંબંધને મજબૂત બનાવ્યો છે. વેપાર અને રોકાણમાં પણ સતત વધારો થયો છે. જો કે આ અમારી તાકાત કરતા ઘણો ઓછો છે. તેમણે કહ્યું કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારી વચ્ચે ઈન્ડિયા-USA ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટથી રોકાણની દિશામાં મજબૂત પ્રગતિ જોવા મળશે. ટેક્નોલોજી ક્ષેત્રે અમે દ્વિપક્ષીય સહયોગ વધારી રહ્યા છીએ અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર પણ પરસ્પર સમન્વય કરી રહ્યા છીએ.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube