ન્યૂયોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  હ્યુસ્ટનમાં મેગા ઈવેન્ટ હાઉડી મોદી (Howdy Modi) માં ભાગ લઈને હવે ન્યૂયોર્ક પહોંચી ગયા છે. પીએમ મોદી આજે UNSGના ક્લાઈમેટ ચેન્જ  એન્ડ લીડર્સ ડાયલોગ તથા સ્ટ્રેટેજિક રિસ્પોન્સ ટુ ટેરરિસ્ટ એન્ડ વોયલેટ એકસ્ટ્રીમિસ્ટ નેરેટિવ્સમાં ભાગ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

USમાં પણ નમો નમો...રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે કેમ આટલા જરૂરી બની ગયા છે PM મોદી? જાણો 5 પોઈન્ટમાં 


આ અગાઉ તેઓએ હ્યુસ્ટનમાં હાઉડી મોદી સમારોહને સંબોધિત કર્યો હતો. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ હતાં. બંનેએ અહીં એનઆરજી સ્ટેડિયમમાં લગભગ 50,000 પ્રવાસી ભારતીયોને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને જબરદસ્ત ફટકાર લગાવી હતી. 


ટ્રમ્પની સામે જ PM મોદીએ કહ્યું- 'આખી દુનિયા જાણે છે કે 9/11 અને 26/11ના કાવતરાખોરો ક્યાં મળી આવે છે'


તેમણે કહ્યું હતું કે ભારતે હાલમાં જ જમ્મુ અને કાશ્મીરના વિકાસમાં બાધારૂપ કલમ 370ને હટાવી છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી શકે છે. પીએમ મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું હતું કે અમારા નિર્ણયોથી એ લોકોને મુશ્કેલી પડી રહી છે જેમનાથી પોતાનો દેશ તો સાચવી શકાતો નથી. અમેરિકામાં 9/11 હોય કે ભારતનો 26/11 હુમલો, તેના કાવતરાખોર ક્યાં મળી આવે છે? તે આખી દુનિયા જાણે છે. હવે સમય આવી ગયો છે કે આતંકવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપનારા વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડવામાં આવે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...