બિયારિત્ઝ (ફ્રાન્સ): વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સના બિયારિત્ઝ પહોંચી ગયા છે. તેઓ બહેરીનના બે દિવસની પ્રવાસ બાદ ફ્રાન્સ પહોંચા છે. હવે બધાની નજર પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પર રહેશે. સોમવારના ભારતીય સમયાનુસાર આ બંને નેતાઓની મુલાકાત 3:45 કલાકે થઇ શકે છે. આ મુલાકાત 4:30 સુધી ચાલી શકે છે. મોદી અને ટ્રમ્પની મુલાકાત G-7 સમિટના અંતર્ગત થશે. આ વર્ષ ટ્રમ્પ સાથે પીએમ મોદીની બીજી મુલાકાત છે. આ પહેલા બંને જાપાનના ઓસાકામાં મળ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- જમ્મુ કાશ્મીરમાં ઉંડી ખાઇમા ખાબકી ગાડી, 7ના મોત 25 ઘાયલ


કાશ્મીરમાં બદલાયેલા હાલાત બાદ પીએમ મોદી અને ટ્રમ્પની આ પહેલી મુલાકાત છે. આ પહેલા ટ્રમ્પ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાને લઇને પોતાની બદનામી કરાવી ચુક્યા છે. હવે પાકિસ્તાન કાશ્મીર મુદ્દે તેમની સામે રડી રહ્યું છે. એવામાં પીએમ મોદીની સાથે ટ્રમ્પની મુલાકાતમાં કાશ્મીર મુદ્દા પણ વાતચીતમાં સામેલ થઇ શકે છે. આમતો પીએમ મોદી અને ટ્રમ્પ રવિવાર રાત્રે ડિનરના સમય પર એક બીજાથી અનૌપચારિક રીતે મળ્યા હતા.


આ પણ વાંચો:- પાક. મીડિયાનો હાથો બન્યા રાહુલ ગાંધી? નિવેદનનો થઇ રહ્યો છે ઉપયોગ


જમ્મુ કાશ્મીરના કારણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધવાના કારણે આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 3 વખત ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થતાની વાત કરી ચુક્યા છે. જો કે, ત્યારબાદ તેમણે આ વાત પર પણ ભાર આપ્યો કે, બંને દેશોએ આ મુદ્દાને વાતચીત કરી ઉકેલી લેવો જોઈએ. વશ્વિક મંદીની વચ્ચે બંને દેશો વ્યાપાર ઉપરાંત સંરક્ષણ અને અફગાનિસ્તાનના મુદ્દા પર બંને નેતાઓન વચ્ચે વાતચીત થઇ શકે છે.


આ પણ વાંચો:- આર્ટિકલ 370: હવે વિકાસની રાહ દોડશે J&K, સરકારની 85 યોજનાઓ લાગુ


અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર બંને નેતા વ્યાપારિક મોરચા પર મુદ્દાને ઉકેલવા પર ભાર આપશે. અમેરિકા ઇચ્છે છે કે, ભારત તેમના માર્કેટમાં ઉત્પાદો પર ટેરિફ ઘટાડે. જી-7 સમિટના ઉપરાંત પીએમ મોદી 4 દ્વિપક્ષીય બેઠક કરી શકે છે.


જુઓ Live TV:-


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...