જમ્મુ કાશ્મીરમાં ઉંડી ખાઇમા ખાબકી ગાડી, 7ના મોત 25 ઘાયલ

જમ્મુ કાશ્મીરના રાજોરી ટેમ્પો ટ્રાવેલર ખાઇમા ખાબકતા 7 લોકોનાં મોત નિપજ્યાં

જમ્મુ કાશ્મીરમાં ઉંડી ખાઇમા ખાબકી ગાડી, 7ના મોત 25 ઘાયલ

રાજોરી : જમ્મુ કાશ્મીરનાં રાજોરી જિલ્લામાં થયેલા એક માર્ગ દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થઇ ચુક્યા છે અને 25 લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ચુક્યા છે. મળતી માહિતી અનુસાર રાજોરીના ડેહરાની ગલી વિસ્તારમાં એક ટેમ્પો ટ્રાવેલર લપસીને ઉંડી ખાઇમાં ખાબકી હતી. ઘાયલોને નજીકની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, અહીં તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર બસમાં ક્ષમતાથી વધારે યાત્રીઓ બેઠેલા હતા.

પાક. મીડિયાનો હાથો બન્યા રાહુલ ગાંધી? નિવેદનનો થઇ રહ્યો છે ઉપયોગ
રાજોરીનાં જિલ્લા વિકાસ અધિકારી એજાજ અસદે જણઆવ્યું કે, પુંછથી શરદા શરીફ જઇ રહેલા ટેમ્પો ટ્રાવેલર થાનામંડી વિસ્તારમાં આશરે ડોઢ વાગ્યે 800 મીટર ઉંડી ખાઇમાં ખાબકી હતી. તેમણે જણાવ્યું કે, વળાંક પર વાહન અનિંયંત્રિત થવાનાં કારણે આ દુર્ઘટના થઇ. અસદે જણાવ્યું કે, દુર્ઘટનામાં ચાર મહિલાઓ અને એક કિશોરી સહિત 7 બાળકોનાં મોત નિપજ્યાં જ્યારે 25 અન્ય ઘાયલ થઇ ગયા. 
આર્ટિકલ 370: હવે વિકાસની રાહ દોડશે J&K, સરકારની 85 યોજનાઓ લાગુ

સેકંડોમાં ઘુળ ચાટતા થઇ જશે દુશ્મન, ભારત 114 ફાઇટર પ્લેન ખરીદશે
તેમણે જણાવ્યું કે, ગંભીર રીતે 11 ઘાયલોને વિશેષ સારવાર માટે જમ્મુ ખાતે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ હોસ્પિટલ (GMC) મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, બાકી 14 લોકોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે અને તેમની સ્થિતી સ્થિર છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મરનારામાં એક દંપત્તી છે, જેની ઓળખ મોહમ્મદ પજીર (40) અને તેમની પત્ની સફીના (33)ના તરીકે થઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news