ભારત અને ચીન વચ્ચેના સંબંધો કઈ આજકાલના નથી. ઉતાર ચડાવવાળા આ સંબંધોમાં લાંબા સમયથી તણાવ પણ જોવા મળી રહ્યો છે. ચીનના લોકોને ભારત અને અમેરિકાની મિત્રતા પણ જાણે ગમતી નથી. તેમનું માનવું છે કે ભારત અને ચીન સાથે મળીને કામ કરી શકે છે. ચીનના પત્રકાર માને છે કે ચીને પાકિસ્તાનની જગ્યાએ ભારત સાથે પોતાના સંબંધ મજબૂત કરવા જોઈએ કારણ કે ભારત સાથે વેપારની સંભાવના ઘણી વધુ છે. આ બધી વાતો ચીનના પત્રકાર મ્યૂ ચુનશાને ધ ડિપ્લોમેટ માટે પોતાના લેખમાં લખી છે. ચીની સોશિયલ મીડિયા પર આધારિત તેમનો લેખ જણાવે છે કે ચીનની સામાન્ય જનતા ભારત માટે શું વિચારે છે અને સોશિયલ મીડિયા પર પોતાના પાડોશી દેશ વિશે શું વાતો કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીનો પણ ઉલ્લેખ
પોતાના આ લેખમાં તેમણે ભારતના પ્રધાનમંત્રી પીએમ મોદીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું કે 'ભારતીય પીએમ નરેન્દ્ર મોદીનું ચીની ઈન્ટરનેટ પર એક નિકનેમ છે. મોદી લાઓશિઆન(Modi Laoxian). લાઓશિઆનનો ઉપયોગ કેટલીક અનોખી ક્ષમતાઓવાળા  'વડીલ અમર' વ્યક્તિ માટે થાય છે. આ નિકનેમનો અર્થ એ છે કે ચીનના સોશિયલ મીડિયા યૂઝર્સ એવું વિચારે છે કે પીએમ મોદી અન્ય નેતાઓની સરખામણીમાં અલગ અને અદભૂત છે. તેઓ તેમના પહેરવેશ અને શારીરિક બનાવટ,  બંનેની તરફ ઈશારો કરે છે. તેમની કેટલીક નીતિઓ ભારતની પાછલી નીતિઓ કરતા અલગ છે.' અત્રે જણાવવાનું કે ચીનમાં લાઓશિયાન શબ્દનો ઉપયોગ એવી વ્યક્તિ માટે થાય છે જે અમર હોય અને જેની પાસે સ્પેશિયલ પાવર હોય. 


બાબા વેંગાની 2023ની આ ભવિષ્યવાણી પણ સાચી પડી! જાણો ભારત માટે શું છે ચિંતાજનક બાબત


આ ટ્રેનોમાં ભૂલથી પણ ટિકિટ બુક ન કરાવતા! જાણો ભારતની 10 સૌથી ગંદી ટ્રેન વિશે      


બસ 4 મિનિટ અને કામ પૂર્ણ! શું છે ભારતમાં મૃત્યુનું સૌથી બીજુ મોટું કારણ?


તેમણે લખ્યું છે કે 'વિશેષ રીતે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારત દુનિયાના પ્રમુખ દેશો વચ્ચે સંતુલન જાળવી શકે છે. પછી ભલે તે રશિયા હોય, અમેરિકા હોય કે ગ્લોબલ સાઉથના દેશો, ભારત તે બધા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખી શકે છે. જે કેટલાક ચીની સોશિયલ મીડિયા યૂઝર્સ માટે ખુબ પ્રશંસનીય છે. આથી 'લાઓશિઆન' શબ્દ પીએમ મોદી પ્રત્યે ચીની લોકોની જટિલ ભાવનાને દર્શાવે છે. જેમાં જિજ્ઞાસા અને આશ્ચર્ય પણ સામેલ છે.'


પીએમ મોદીએ ચીનીઓને પ્રભાવિત કર્યા
ચુનશાન લખે છે કે હું લગભઘ 20 વર્ષથી આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટિંગ કરી રહ્યો છું અને ચીની સોશિયલ મીડિયા યૂઝર્સ માટે કોઈ વિદેશી નેતાને નિકનેમ આપવું  દુર્લભ છે. મોદીનું નિકનેમ અન્ય તમામ કરતા ઉપર છે. સ્પષ્ટ રીતે તેમણે ચીની જનતાના મતને પ્રભાવિત કર્યો છે. ચીની પત્રકારે પોતાના લેખમાં લખ્યું કે ભારત સાથે મુકાબલો કરવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરવાનો વિચાર વધુ કાલ્પનિક બની રહ્યો છે. કારણ કે પાકિસ્તાન અને  ભારત વચ્ચેની ખાઈ સતત  પહોળી થઈ રહી છે.