G-20 Summit: પીએમ મોદી જી-20 સંમેલનમાં ભાગ લેવા બાલી પહોંચ્યા, થયું ભવ્ય સ્વાગત
G-20 Summit in Indonesia: જી-20 સમિટમાં યુક્રેન સંકટ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા સહિત અનેક મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. તે માટે પ્રધાનમંત્રી મોદી બાલી પહોંચી ગયા છે.
બાલીઃ G-20 Summit in Bali: જી-20 સમિટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવાર (14 નવેમ્બર) એ ઈન્ડોનેશિયાના બાલી પહોંચી ગયા છે. અહીં એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે અહીં જી20 સમૂહના નેતાઓ સાથે વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં નવા પ્રાણ ફુંકવા, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા નક્કી કરવા જેવા પડકાર અને સ્વાસ્થ્ય તથા ડિજિટલ પરિવર્તનથી જોડાયેલા મુદ્દાના સમાધાન પર વ્યાપક ચર્ચા કરશે.
પીએમ નરેન્દ્ર મોદીએ જી20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બાલી રવાના થતાં પહેલા એક નિવેદનમાં કહ્યું કે તે વૈશ્વિક પડકારનું સામૂહિક સમાધાન કરવામાં ભારતની સિદ્ધિઓ અને તેની મજબૂત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરશે.
સાથે યુક્રેન સંકટ, ખાસ કરીને ખાદ્ય તથા ઉર્જા સુરક્ષા પર તેના પ્રભાવો સહિત જ્વલંત વૈશ્વિક પડકાર પર ચર્ચા થવાની આશા છે. નોંધનીય છે કે જી20 શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોં પણ સામેલ થવાના છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube