મેડ્રિડઃ સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાયરસથી નિધન થઈ ગયું છે. મારિયા વિશ્વમાં શાહી પરિવારના પ્રથમ સભ્ય છે જેનું આ મહામારીથી મોત થયું છે. 86 વર્ષીય રાજકુમારી મારિયા સ્પેનના રાજા ફેલિપે છઠ્ઠાની પિતરાઈ બહેન હતા. રાજકુમારી મારિયાના ભાઈ રાજકુમાર સિફ્ટો એનરિક ડી બોરબોને ફેસબુક પર રાજકુમારીના નિધનની જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકુમાર સિક્ટોએ જણાવ્યું કે રાજકુમારી મારિયાનું ફ્રાન્સની રાજધાની પેરિસમાં નિધન થયું છે. રાજકુમારી મારિયાનું નિધન તેવા સમય પર થયું છે જ્યારે સ્પેનના રાજા ફેલિપેની કોરોનાની તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 28 જુલાઈ 1933માં જન્મેલા રાજકુમારી મારિયાએ ફ્રાન્સમાં અભ્યાસ કર્યો હતો અને પેરિસના વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર બન્યા હતા. 


કોરોનાઃ અમેરિકામાં 2 હજારથી વધુ મોત, ટ્રમ્પે કહ્યું- ક્વોરેન્ટાઇનની જરૂર નથી


રાજકુમારી મારિયા મેડ્રિડની એક વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરાવતા હતા. તેઓ પોતાના આઝાદ વિચારો માટે જાણીતા હતા. તેમને રેડ પ્રિન્સેસના નામથી પણ બોલાવવામાં આવતા હતા. શુક્રવારે મેડ્રિડમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તો બ્રિટનના રાજકુમાર ચાર્લ્સ પણ કોરોનાથી પીડિત છે. રાજકુમાર ચાર્લ્સ હાલ ક્વોરેન્ટાઇનમાં છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પણ કોરોનાથી પીડિત છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો વિશ્વના અન્ય સમાચાર