કોરોનાઃ અમેરિકામાં 2 હજારથી વધુ મોત, ટ્રમ્પે કહ્યું- ક્વોરેન્ટાઇનની જરૂર નથી

 વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં કોરોના વાયરસનો જીવલેણ પ્રકોપ જારી છે. સૌથી વધુ મામલા ન્યૂયોર્કથી સામે આવી રહ્યાં છે, જ્યાં કોરોના વાયરસની ઝપેટમાં આવીને અત્યાર સુધી 672 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

કોરોનાઃ અમેરિકામાં 2 હજારથી વધુ મોત, ટ્રમ્પે કહ્યું- ક્વોરેન્ટાઇનની જરૂર નથી

વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં કોરોના વાયરસનો જીવલેણ પ્રકોપ જારી છે. એક તરફ જ્યાં પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે તો મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધી એટલે કે રવિવારે સવારે 9 કલાક સુધી કોરોના સંક્રમિત મામલાની સંખ્યા વધીને 124,377 પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંકની સંખ્યા વધીને 2190 થઈ ગઈ છે. આ સિવાય 1095 દર્દીઓ બીમારીથી રિકવર થયા છે. 

સૌથી વધુ મામલા ન્યૂયોર્કથી સામે આવી રહ્યાં છે, જ્યાં કોરોના વાયરસની ઝપેટમાં આવીને અત્યાર સુધી 672 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જામકારી આપી છે કે વ્હાઇટ હાઉસની કોરોના વાયરસ ટાસ્ક ફોર્સે ન્યૂયોર્કમાં ટ્રાવેલ એડવાઇઝરી જારી કરવાના નિર્દેશ આપ્યા છે. 

કોરોના વાયરસ પર અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, ક્વોરેન્ટાઇનની જરૂર નથી. આજે રાત્રે સીડીએસ આ વિશે નિર્ણય કરશે. મહત્વનું છે કે અમેરિકી સરકાર ભારતમાં કોરોના વાયરસને મહામારીને ધ્યાનમાં રાખી લગાવવામાં આવેલા લૉકડાઉન  વચ્ચે દેશમાં ફસાયેલા અમેરિકી નાગરિકોને કાઢવાની વ્યવસ્થા કરી રહી છે. 

અમેરિકી અદિકારી ઇયાન બ્રાઉનલીએ શુક્રવારે કહ્યું કે, અમે સીધા ભારતથી અમેરિકા પરત લાવવા માટે અમેરિકી અને વિદેશી ઉડાન સેવા સાથે વાત કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકા બંન્ને દેશો તરફથી મંજૂરી મળવામાં થોડો સમય લાગશે. મહત્વનું છે કે કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે ભારતે તમામ ઉડાનો રદ્દ કરી દીધી છે. સાથે દેશભરમાં લૉકડાઉન લાગૂ કર્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news