જયેશ જોશી, અમદાવાદઃ ચંદ્ર આપણી પૃથ્વીનો એકમાત્ર પ્રાકૃતિક સેટેલાઈટ છે. જે આપણી ધરતીની ચારેબાજુ ચક્કર લગાવતો રહે છે. પ્યાર, ઈશ્ક અને મોહબ્બત પર આધારિત ફિલ્મોમાં કે ટીવી શોમાં ચંદ્રનો સૌથી વધારે ઉલ્લેખ હોય છે. જોકે પહેલાં તો ચંદ્ર પર ઘર બનાવવાની કલ્પના કરી શકાય છે. પરંતુ હવે તમે ચંદ્ર પર પોતાની જમીન ખરીદી શકો છો. જી, હા તમે બિલકુલ સાચું વાંચ્યુ. હવે તમે પણ ચંદ્ર પર પોતાના નામથી જમીનની રજિસ્ટ્રી કરાવી શકો છો. ચંદ્ર પર જમીનની કિંમત બહુ સામાન્ય છે. જેના વિશે તમે કદાચ તમે પણ ત્યાં જમીન ખરીદવાનું પ્લાનિંગ કરી શકો છો. આવો જાણીએ કે આખરે ચંદ્ર પર જમીન ખરીદવાની શું પ્રક્રિયા હોય છે અને તેની કિંમત કેટલી છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જૂના ફોન નંબરથી તમારી અંગત માહિતી થઈ શકે છે લીક, જાણો જૂના ફોન નંબરનું શું થાય છે


ચંદ્ર પર અલગ-અલગ ક્ષેત્રમાં છે વેચવાલાયક જમીન:
ચંદ્ર પર જમીન ખરીદવા માટે તમે સૌથી પહેલાં LUNA SOCIETY INTERNATIONALની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. અહીંયા તમે જમીન ખરીદવા માટે તમારા નામનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ચંદ્ર પર જમીન ખરીદવા માટે કુલ 15 જગ્યા નક્કી કરવામાં આવી છે. અને દરેક જગ્યાની અલગ-અલગ કિંમત છે. જણાવી દઈએ કે આ બધા વિસ્તાર ચંદ્રની અલગ-અલગ જગ્યા પર આવેલી છે. LUNA SOCIETY INTERNATIONALની વેબસાઈટ પર Lunar Registry પર ગયા પછી તમારે Moon Land પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી તમે ત્યાં પોતાની પસંદગીની જમીનની રકમ ચૂકવીને તેને ખરીદી શકો છો.


'ભરો માંગ મેરી ભરો...' મમતાને જોઈને ના રહેવાયું તો ધરમપાજીના પુત્તરે કરી દીધી એક રાત સાથે સુવાની ઓફર!


દિલ્લીની સરખામણીએ ઘણી સસ્તી છે ચંદ્ર પર મળનારી પ્રોપર્ટી:
ચંદ્રની જમીન, દિલ્લીની જમીનની દ્રષ્ટિએ ઘણી સસ્તી છે. જી, હા ચંદ્ર પર એક એકર જમીનની કિંમત માત્ર 37.50 અમેરિકી ડોલર એટલે લગભગ 2753 રૂપિયા છે. જણાવી દઈએ કે ચંદ્રના અલગ-અલગ વિસ્તારમાં જમીનની કિંમત પણ અલગ-અલગ છે. તમે એક ટ્રાન્જેક્શનમાં 40 એકર જમીન ખરીદી શકો છો. LUNA SOCIETY INTERNATIONAL પ્રમાણે ચંદ્ર પર હાલ Sea of Tranquility ક્ષેત્ર પર જમીનની સૌથી વધારે ડિમાન્ડ છે. Sea of Tranquilityમાં એક એકર જમીનની કિંમત 53.32 ડોલર એટલે લગભગ 3915 રૂપિયા છે.


Bollywood Actress ને ફિલ્મ મેકરે કહ્યું તારા કપડાં ઉતાર, તારું આખું શરીર જોયા પછી તને રોલ આપીશ!


આ અભિનેતાઓના નામે રજિસ્ટર છે ચંદ્ર પર જમીન:
ચંદ્ર પર જમીન ખરીદવાની વાત કરવામાં આવે તો કેટલીક જાણીતી હસ્તી છે. જેમના નામે ચંદ્ર પર પ્લોટ બુક છે. તેમાં બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું નામ પણ છે. ચંદ્ર પર કોઈપણ દેશનો અધિકાર નથી. કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો તમે ચંદ્ર પર જમીન ખરીદી છે તો તમે તેના પર દાવા કરી શકતા નથી. ચંદ્ર પર જમીનના જે ભાગ માટે તમે પૈસા ચૂકવ્યા છે. તે જમીન તમારી પાસે માત્ર એક દસ્તાવેજના રૂપમાં તમારી રહેશે.


Sex Racket માં પકડાતા આ હીરોઈનોનું કરિઅર થઈ ગયું બર્બાદ, એક સમયે બોલીવુડમાં ચાલતો હતો તેમના નામનો સિક્કો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube