Mobile યુઝર્સ સાવધાન: જૂના ફોન નંબરથી તમારી અંગત માહિતી થઈ શકે છે લીક, જાણો જૂના ફોન નંબરનું શું થાય છે

વૃદ્ધ યુઝર્સ પર ફિશિંગનું જોખમ સંશોધનકારોએ આઠ સંભવિત ખતરાઓની સૂચિબદ્ધ કરી હતી જે નંબર રિસાયક્લિંગને કારણે ઉદ્ભવી શકે છે. વૃદ્ધ યુઝર્સ પર ફિશિંગ એટેક કરવામાં આવી શકે છે તે એક મુખ્ય ખતરો છે.

Mobile યુઝર્સ સાવધાન: જૂના ફોન નંબરથી તમારી અંગત માહિતી થઈ શકે છે લીક, જાણો જૂના ફોન નંબરનું શું થાય છે

ઝી બ્યૂરો, અમદાવાદઃ ટેકનોલોજીના કારણે હવે દુનિયા આપણી મુઠ્ઠીમાં આવી ગઈ છે. પળવારમાં લાખો જોજન દૂર રહેતાં આપણાં સ્નેહીજનો કે પરિચિતો સાથે આપણે વાતચીત કરી શકીએ છીએ. સંદેશા, ફોટો અને ડોક્યુમેન્ટ અને નાણાંની આપ-લે કરી શકીએ છીએ. લાઈવ ચેટ અને સીધું વીડિયો કોલિંગ પણ કરી શકીએ છીએ. આમ, ટેકનોલોજીએ આપણાં દરેક કામ સરળ બનાવી દીધાં છે. જોકે, આતો છે સિક્કાની એક બાજુ, પણ સિક્કાની બીજી બાજુ નજર કરીએ તો તમારી પળેપળની હિલચાલ પર નજર રખાઈ રહી છે. 

ટેલિકોમ કંપનીઓ તમારો નંબર બીજાને આપે છેઃ
જીહાં અમે વાત કરી રહ્યાં છીએ, મોબાઈલ ફોન યુઝર્સની. શું તમે ક્યારેય વિચાર્યું છેકે, તમારા જૂના ફોન નંબરનું શું થાય છે? જ્યારે તમે કોઈ નવો નંબર મેળવો છો? મોબાઈલ કેરિયર્સ ઘણી વાર તમારા જૂના નંબરની રીસાઇકલ કરે છે અને તેને નવા યુઝરને આપે છે. ટેલિકોમ કંપનીઓ નંબરની નિકાસ અટકાવવા માટે આવું કરે છે, પરંતુ આ પ્રક્રિયા યુઝર્સ માટે સલામત નથી.

Rashami Desai નો શોર્ટ સ્કર્ટમાં ડાંસ જોઈ ફેન્સે કહ્યું આમા બધું દેખાય છે! આ પહેલાં કેમેરા સામે બદલ્યાં હતા કપડાં

લીક થઈ શકે છે તમારો ડેટાઃ
જ્યારે તમારો જૂનો નંબર નવો યુઝર્સ  મેળવે છે, ત્યારે જૂના નંબર સાથે સંકળાયેલ ડેટા પણ નવા યુઝર્સ માટે એક્સેસિબલ થઈ જાય છે. આ યુઝર્સને ગોપનીયતા અને સુરક્ષાના જોખમો ઉભા કરી શકે છે. નંબર રિસાયક્લિંગ યુઝર્સની સુરક્ષા અને ગોપનીયતા જોખમમાં મૂકી શકે છે પ્રિંસ્ટન યુનિવર્સિટીના સંશોધનકારોના નવા તારણો મુજબ, નંબર રિસાયક્લિંગ યુઝર્સની સુરક્ષા અને ગોપનીયતા જોખમમાં મૂકી શકે છે. રિસાયકલ કરેલા નંબરો નવા યુઝર્સ ને જૂના યુઝર્સ ની માહિતીને એક્સેસ કરવાની મંજૂરી આપે છે. 

વૃદ્ધ યુઝર્સ પર ફિશિંગનું જોખમ:
વૃદ્ધ યુઝર્સ પર ફિશિંગનું જોખમ સંશોધનકારોએ આઠ સંભવિત ખતરાઓની સૂચિબદ્ધ કરી હતી જે નંબર રિસાયક્લિંગને કારણે ઉદ્ભવી શકે છે. વૃદ્ધ યુઝર્સ પર ફિશિંગ એટેક કરવામાં આવી શકે છે તે એક મુખ્ય ખતરો છે. એકવાર નવા ગ્રાહકને નંબર આપવામાં આવે છે, તેઓ એસએમએસ દ્વારા ગ્રાહકને ફિશ કરી શકે છે, અહેવાલમાં જણાવાયું છે. જ્યારે મેસેજ વિશ્વાસપાત્ર લાગે ત્યારે સબ્સ્ક્રાઇબર્સ ફિશિંગ એટેક કરી શકે છે. એટેકર વિવિધ એલર્ટ્સ, ન્યૂઝલેટરો, કેંપેઇન અને રોબોકોલ્સ માટે y sign up કરવા માટે નંબરનો ઉપયોગ પણ કરી શકે છે. એટેકર એસએમએસ-ઓથેંટીફાઇડ પાસવર્ડ ફરીથી સેટ દ્વારા ઓનલાઇન નંબર ટી સાથે લિંક થયેલ પ્રોફાઇલ્સમાં રિસાયકલ નંબરનો ઉપયોગ પણ કરી શકે છે. 

ડિજિટલ પ્લેટફોર્મ પર દેખાય છે જૂનો નંબરઃ
જ્યારે તમે તમારો નંબર બદલો છો, ત્યારે તમે બધા ડિજિટલ એકાઉન્ટ્સમાં તમારો નવો નંબર તાત્કાલિક અપડેટ કરવાનું ભૂલી જાઓ છો. જેમ કે, તમે હજી પણ ઇ-કોમર્સ એપ્લિકેસન્સમાંથી કોઈ એકમાં તમારા જૂના નંબરનો ઉપયોગ કરી રહ્યાં છો. રિસર્ચમાં સામે આવી આ ચોંકાવનારી વાત પ્રિંસ્ટન યુનિવર્સિટીના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે નવો નંબર મેળવ્યા પછી તમારી એપોઈંટમેન્ટ, બુકિંગ, રિઝર્વેશન, તમારા પ્રવાસની વિગતો પણ લીક થઈ શકે છે. તમારા જૂના નંબરનો નવો માલિક તમારા ડેટાનો ઉપયોગ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news