નુપુર શર્મા વિવાદ પર હવે અમેરિકાએ પણ તોડ્યું મૌન, ભાજપના વખાણ કર્યા પરંતુ...
પયગંબર મોહમ્મદ પર નુપુર શર્મા તરફથી કરાયેલી ટિપ્પણીનો મામલો હવે અમેરિકા સુધી પણ પહોંચી ગયો છે.
નવી દિલ્હી: પયગંબર મોહમ્મદ પર નુપુર શર્મા તરફથી કરાયેલી ટિપ્પણીનો મામલો હવે અમેરિકા સુધી પણ પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પ્રશાસને કહ્યું કે અમેરિકા ભારતને માનવાધિકારોના સન્માનને વધારવા માટે પ્રોત્સાહિત કરે છે.
વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે ગુરુવારે કહ્યું કે અમે ભાજપના બે પદાધિકારીઓ તરફથી કરાયેલી આપત્તિજનક ટિપ્પણીઓની ટીકા કરી છે. અમને એ જાણીને ખુશી થઈ કે પાર્ટીએ જાહેરમાં તેમના નિવેદનોની ટીકા કરી. તેમણે કહ્યું કે અમે નિયમિત રીતે ભારત સરકાર સાથે વરિષ્ઠ સ્તરે માનવાધિકારોની ચિંતા પર વાતચીત કરીએ છીએ. જેમાં ધર્મ કે વિશ્વાસની સ્વતંત્રતા પણ સામેલ છે.
નેડ પ્રાઈસે કહ્યું કે અમે ભારતને માનવાધિકારોના સન્માનને વધારવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. તેમણે કહ્યું કે ભારતીય લોકો અને અમેરિકી લોકો સમાન મૂલ્યોમાં વિશ્વાસ કરે છે. બંને દેશોના લોકો માનવ ગરિમા, માનવ સન્માન, સમાનતા અવસર અને ધર્મ કે વિશ્વાસની સ્વતંત્રતાનું સન્માન કરે છે. સચિવે કહ્યું કે આ મૌલિક સિદ્ધાંત છે. આ કોઈ પણ લોકતંત્રની અંદર મૌલિક મૂલ્ય છે અને અમે દુનિયાભરમાં તેમના માટે બોલીએ છીએ.
અત્રે જણાવવાનું કે પયગંબર મોહમ્મદ પર નુપુર શર્માના વિવાદિત નિવેદન બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા. આ દરમિયાન અનેક ઠેકાણે હિંસા થઈ. ત્યારબાદ જુમ્માની નમાજ પછી યુપીના અનેક શહેરો, રાંચી, પશ્ચિમ બંગાળના કેટલાક શહેરોમાં હિંસા ભભૂકી ઉઠી. અરબ દેશોએ પણ નુપુરના નિવેદન પર કડક વલણ અપનાવ્યું. કેટલાક સ્ટોર્સમાં તો ભારતીય સામાનનો બહિષ્કાર થવા લાગ્યો. ભારતમાં પણ વિશેષ સમુદાયના લોકો રસ્તાઓ પર ઉતરી પડ્યા.
Afghanistan: એક સમયના જાણીતા TV એંકરની તાલિબાનના રાજમાં જુઓ કેવી થઈ ગઈ હાલત
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube