Afghanistan: એક સમયના જાણીતા TV એંકરની તાલિબાનના રાજમાં જુઓ કેવી થઈ ગઈ હાલત

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ દેશે ખુબ આર્થિક અને રાજકીય ઉથલપાથલનો સામનો કરવો પડ્યો છે. દેશમાં મોટા મોટા ફેરફાર આવ્યા છે જેના પગલે અનેક લોકોએ પોતાની નોકરીના સંકટ સામે ઝઝૂમવું પડ્યું છે.

Afghanistan: એક સમયના જાણીતા TV એંકરની તાલિબાનના રાજમાં જુઓ કેવી થઈ ગઈ હાલત

News Anchor Selling street Food: તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ દેશે ખુબ આર્થિક અને રાજકીય ઉથલપાથલનો સામનો કરવો પડ્યો છે. દેશમાં મોટા મોટા ફેરફાર આવ્યા છે જેના પગલે અનેક લોકોએ પોતાની નોકરીના સંકટ સામે ઝઝૂમવું પડ્યું છે. હાલમાં જ કઈંક એવી તસવીરો સામે આવી છે જે અફઘાનિસ્તાનની વાસ્તવિકતા દર્શાવે છે. 

હામિદ કરઝઈ સરકાર સાથે કામ કરી ચૂકેલા કબીર હકમલે હાલમાં જ ટ્વિટર પર એક પોસ્ટ કરી જેનાથી જાણવા મળે છે કે દેશમાં કેટલા પ્રતિભાશાળી લોકો ગરીબાઈમાં ધકેલાઈ ગયા છે. હકમલે આવા જ એક અફઘાન પત્રકાર મૂસા મોહમ્મદીની તસવીર શેર કરી. કેપ્શનમાં હકમલે લખ્યું કે મોહમ્મદી અનેક વર્ષોથી મીડિયા ઈન્ડસ્ટ્રીનો ભાગ હતો જો કે અફઘાનિસ્તાનમાં એવી ગંભીર સ્થિતિ છે કે તેમણે હવે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે રસ્તા પર ખાવાનું વેચવું પડે છે. 

— Kabir Haqmal (@Haqmal) June 15, 2022

અત્રે જણાવવાનું કે મૂસા મોહમ્મદીએ અનેક ટીવી ચેનલોમાં એક એંકર અને રિપોર્ટર તરીકે વર્ષો સુધી કામ કર્યું છે અને હવે તેમની પાસે પરિવારનું ગુજરાન ચલાવવા માટે આવકનો કોઈ સ્ત્રોત નથી તથા હવે તેઓ પૈસા કમાવવા માટે રસ્તા પર ખાવાનું વેચે છે. તાલિબાનનું રાજ આવ્યા બાદ અફઘાનોએ ગરીબીનો સામનો કરવો પડી રહ્યો છે. 

મોહમ્મદીની કહાની હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે. એંકરની આ કહાની જ્યારે નેશનલ રેડિયો અને ટેલિવિઝનના ઉચ્ચાધિકારીઓ સુધી પહોંચી તો ત્યાંના ડાઈરેક્ટર અહમદુલ્લા વાસીકે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ પૂર્વ ટીવી એંકર અને રિપોર્ટરને પોતાની ઓફિસમાં કામ આપશે. 

નોંધનીય છે કે જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે ત્યારથી દેશ એક માનવીય અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. તાલિબાને છેલ્લા કેટલાક મહિનામાં અનેક પત્રકારો, ખાસ કરીને મહિલાઓએ પોતાની નોકરી ગુમાવી. આ સાથે મીડિયા આઉટલેટ્સ ઉપર પણ નકેલ કસી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news