હોંગકોંગમાં સતત વિરોધ પ્રદર્શન, એક લાખથી વધુ લોકો રસ્તાઓ પર ઉતર્યા, ટ્રમ્પે ચીનને આપી ધમકી
ચીનની ગંભીર ચેતવણીઓને ઘોળીને પી જઈ એક લાખથી વધુ લોકોએ રવિવારે અહીં લોકતંત્રના સમર્થનમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો. પ્રદર્શનકારીઓ કાળા કપડાં પહેરીને આવ્યાં હતાં.
હોંગકોંગ: ચીનની ગંભીર ચેતવણીઓને ઘોળીને પી જઈ એક લાખથી વધુ લોકોએ રવિવારે અહીં લોકતંત્રના સમર્થનમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો. પ્રદર્શનકારીઓ કાળા કપડાં પહેરીને આવ્યાં હતાં.
વરસાદ હોવા છતાં વિક્ટોરિયા પાર્ક દેખાવકારોથી ભરાઈ ગયું હતું અને ત્યારબાદ પણ લોકો સતત આવી રહ્યાં હતાં અને પાર્કની બહારનો વિસ્તાર પણ પ્રદર્શનકારીઓથી ભરાઈ ગયો હતો. આ વિરોધ પ્રદર્શન એક પ્રત્યાર્પણ બિલ વિરુદ્ધ શરૂ થયું છે. જેને હોંગકોંગની સરકારે હાલ તો અધ્ધર ચઢાવી દીધુ છે. રેલીમાં સામેલ થવા આવનારા લોકોથી સબવે રેલવે સ્ટેશન ભરાઈ ગયું હતું ત્યારબાદ તેને બંધ કરી દેવું પડ્યું.
મંજૂરી ન મળવા છતાં પણ પહોંચ્યા પ્રદર્શનકારીઓ
પ્રશાસને જો કે આયોજક સિવિલ હ્યુમન રાઈટ્સ ફ્રન્ટને માર્ચ કાઢવાની મંજૂરી આપી નહતી. પરંતુ પાર્કમાં એટલી મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જમા થઈ ગયા કે ત્યાંના રસ્તાઓ પણ લોકોથી ભરાઈ ગયા હતાં. પોલીસે જો કે વિક્ટોરિયા પાર્કમાં પ્રદર્શનની મંજૂરી આપેલી હતી.
વોંગ નામના એક પ્રદર્શનકારીએ કહ્યું કે અમે બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ કરી રહ્યાં છીએ. પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી. અમે બસ વારંવાર પ્રદર્શન કરી રહ્યાં છીએ. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે છેલ્લા 10 સપ્તાહ દરમિયાન સંઘર્ષ થયો છે. અને સુરક્ષા દળોએ ટીયર ગેસના સેલ અને રબરની ગોળીઓ છોડેલી હતી પરંતુ વીકએન્ડની રેલીઓ શાંતિપૂર્ણ રહી.
જુઓ LIVE TV
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...