વિશ્વ પટલ પર એકલા પડ્યા બાદ હવે ધમકી આપવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું-'કાશ્મીર મુદ્દે પરમાણુ યુદ્ધનો ખતરો'

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન જાણે રઘવાયુ બની ગયું છે. ધૂંધવાયેલા પાકિસ્તાને હવે પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી છે.

વિશ્વ પટલ પર એકલા પડ્યા બાદ હવે ધમકી આપવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું-'કાશ્મીર મુદ્દે પરમાણુ યુદ્ધનો ખતરો'

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન જાણે રઘવાયુ બની ગયું છે. ધૂંધવાયેલા પાકિસ્તાને હવે પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી છે. પાકિસ્તાની સેનાના મેજર જનરલ આસિફ ગફૂરે પોકળ ધમકી આપતા કહ્યું કે કાશ્મીર મુદ્દે પરમાણુ યુદ્ધનો ખતરો છે. સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કાશ્મીરમાં સ્થિતિ પર દેશના ટોચના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કૂરેશી સાથે સંયુસ્ત પત્રકાર પરિષદમાં વાત કરી. 

ગફૂરે કહ્યું કે અમે માનીએ છીએ કે પરંપરાગત યુદ્ધ માટે કોઈ જગ્યા નથી. પરંતુ જે રીતે ભારત આગળ વધી રહ્યું છે તો અમે પણ વિકલ્પને નજરઅંદાજ કરી શકીએ નહીં. મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે કાશ્મીર એક ન્યૂક્લિયર પોઈન્ટ છે. દુનિયાએ ભારતના રક્ષા મંત્રી તરફથી પરમાણુ હથિયારના ઉપયોગવાળા નિવેદન પર ધ્યાન આપવાની જરૂર છે. 

હકીકતમાં સરહદ પારથી સતત થઈ રહેલી નાપાક હરકતો પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે મોટી ચેતવણી આપી હતી. કહ્યું હતું કે ભારત સ્થિતિ મુજબ પરમાણુ હથિયારોને લઈને પોતાની પોલીસી બદલી શકે છે. હવે પાકિસ્તાનના વિદેશ મંત્રી અને ત્યાંની સેના તરફથી રાજનાથ સિંહના આ નિવેદન પર પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કૂરેશીએ કહ્યું કે પીએમ મોદીએ નહેરુના ઈન્ડિયાને ખાખ કરી નાખ્યું. ભારતની નીતિ 'ડોભાલ સિદ્ધાંત'ની આજુબાજુ ઘૂમી રહી છે. 

જુઓ LIVE TV

કાશ્મીર ખીણમાં શાંતિથી પાકિસ્તાનને બળતરા
જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે. જનજીવન થાળે પડી રહ્યું છે. પ્રશાસને પણ અનેક વિસ્તારોમાં પ્રતિબંધોમાં છૂટ મૂકી છે. શનિવારે સમગ્ર ખીણમાં BSNL લેન્ડલાઈન સેવા પૂર્વવત થઈ. આજે ઉધમપુર, જમ્મુ, સાંબા, કિશ્તવાડા જેવા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ બહાલ થઈ. ધીરે ધીરે પ્રતિબંધો હટી રહ્યાં છે. શ્રીનગરના સિવિલ લાઈન્સ વિસ્તારમાં પણ લાગેલો પ્રતિબંધ હટ્યો છે. શહેરના રાજબાગ, જવાહરનગર, સંતનગર, હૈદરપુરા, પીરબાગ અને એરપોર્ટથી લઈને રાજબાગ સુધી કોઈ પ્રતિબંધ નથી. આ બાજુ ઘાટીમાં શાંતિથી પાકિસ્તાનને ખુબ બળતરા થઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news