બગદાદઃ ઇરાકમાં આ સમયે બળવાનો માહોલ જોવા મળી રહ્યો છે. જનતા વિદ્રોહ પર ઉતરી આવી છે. ઇરાકી પ્રદર્શનકારી બગદાદમાં સંસદ ભવનમાં ઘુસી ગયા હતા. નોંધનીય છે કે બગદાદમાં હજારો ઇરાકી ભ્રષ્ટાચાર અને કુશાસનનો વિરોધ કરી રહ્યાં છે અને સંસદ ભવનમાં તોડફોડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે સમયે ખાલી હતી સંસદ
તેમાંથી ઘણા લોકો એક પ્રભાવશાળી મૌલવી મુક્તદા અલ-સદરના સમર્થક છે. બુધવારે જ્યારે પ્રદર્શનકારીઓએ રાજધાનીના ઉચ્ચ સુરક્ષાવાળા ગ્રીન ઝોન, સરકારી ભવનો અને રાજદ્વારી મિશનોના ઘરોમાં દાખલ થયા તો સંસદમાં કોઈપણ સાંસદ હાજર નહોતા. 


કેમ થઈ રહ્યો છે વિરોધ?
અલ ઝઝીરાના રિપોર્ટ પ્રમાણે તે સમયે સંસદ ભવનની અંદર માત્ર સુરક્ષાકર્મી હાજર હતા અને તે પ્રદર્શનકારીઓને સરળતાથી અંદર જવાની મંજૂરી આપી રહ્યાં હતા. પ્રદર્શનકારી પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રાંતીય ગવર્નર મોહમ્મદ શિયા અલ-સુદાનીની ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જે પ્રીમિયર માટે ઈરાન-સમર્થક સમન્વય માળખાની પસંદ છે. 


આ પણ વાંચોઃ Russia-Ukraine War: દેશમાં યુદ્ધ, જનતા પરેશાન અને પત્ની સાથે ફોટોશૂટ કરાવવા પહોંચી ગયા ઝેલેન્સ્કી, થયા ટ્રોલ


પ્રધાનમંત્રીએ કરી અપીલ
આ વચ્ચે પ્રધાનમંત્રી મુસ્તફા અલ-કમીદીએ પ્રદર્શનકારીઓને ગ્રીન ઝોનમાંથી તત્કાલ બહાર જવાની અપીલ કરી છે. તેમણે એક નિવેદનમાં ચેતવણી આપી કે સુરક્ષા દળ રાજ્ય સંસ્થાઓ અને વિદેશી મિશનોની સુરક્ષા વ્યવસ્થાને કોઈ પ્રકારે નુકસાન થવા ન દે. 


નોંધનીય છે કે મૌલવી અલ-સદરના જૂથે ઇરાકમાં ઓક્ટોબર 2021માં યોજાયેલી ચૂંટણીમાં 73 સીટ જીતી હતી, જેથી તે 329 સીટોવાળી સંસદમાં મોટી પાર્ટી બની ગઈ. પરંતુ વોટ બાદથી નવી સરકાર બનાવવા માટે વાતચીત અટલી અને અલ-સદર રાજનીતિક પ્રક્રિયાઓમાંથી હટી ગયા હતા. 


મૌલવીની તસવીરો હાથમાં રાખી પ્રદર્શન કરતા જોવા મળ્યા પ્રદર્શનકારી
પ્રદર્શનકારીઓએ બુધવારે શિયા નેતા અલ-સદરની તસવીરો પણ હાથમાં રાખી હતી. પોલીસે પહેલા સીમેન્ટની દીવાલો પર ચઢેલા પ્રદર્શનકારીઓને હટાવવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો. પરંતુ ઘણા લોકોએ ત્યાં ગેટ તોડી અફરાતફરીનો માહોલ ઉભો કરી દીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube