નવી દિલ્હી : પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સામે વધી રહેલા આંતરરાષ્ટ્રીય દબાણને જોતાં પાકિસ્તાને આતંકી આકાઓને છુપાઇ જવાની સલાહ આપી છે. આતંકી સંગઠનના આકા મસૂદ અઝહર અને હાફિઝ સઇદને હાલમાં કેટલાક દિવસો છુપાઇ જવા પાકિસ્તાને કહ્યું હોવાનું સામે આવ્યું છે, સુત્રોનું કહેવું છે કે પાકિસ્તાની સેનાએ મસૂદ અઝહર અને હાઉિઝ સઇદને અલર્ટ કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે હાલમાં તેઓ જાહેર સ્થળોએ આવવાથી બચે. બની શકે તો જાહેર સભાઓથી દૂર રહે. તમને જણાવીએ કે મસૂદ અઝહર આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનો વડો છે અને આ સંગઠનના જ આતંકીઓએ પુલવામા હુમલાને અંજામ આપ્યો હતો. જ્યારે હાફિઝ સઇદ આતંકી સંગઠન જમાત ઉદ દાવાનો વડો છે. મુંબઇ 26/11 હુમલાનો મુખ્ય આરોપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે ભારતીય સેનાએ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાની સેના અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ તરફથી જ આતંકીઓને આરડીએક્સ પુરો પાડવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાની મદદથી જ આ વિસ્ફોટકો ભારત લાવવામાં આવ્યા હતા. 


સેનાના વરિષ્ઠ અધિકારીએ મંગળવારે કહ્યું કે, પુલાવામા હુમલામાં કાર દ્વારા જે રીતે અંજામ આપવામાં આવ્યો એ જોતાં પાકિસ્તાની સેના અને એની ગુપ્તચર એજન્સી આઇએસઆઇનો હાથ હોવાનું સ્પષ્ટ માની શકાય એમ છે. પુલવામા હુમલા બાદ એ વિસ્તારમાં ભારતીય સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે પરંતુ આ વિસ્તારના કેટલાક લોકો આતંકીને સાથ આપતા હોય એ રીતે સેના પર પથ્થરમારો કરી રહ્યા છે જેને પગલે સેના દ્વારા આ વિસ્તારની માતાઓને પણ અપીલ કરવામાં આવી હતી કે તમારા બાળકોને સમજાવો, આતંકીઓ સામેની કાર્યવાહીમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને ઠાર કરાશે.


(વધુ વાંચો)