નવી દિલ્હી: ગુપ્તચર સૂત્રોના હવાલે માહિતી મળી છે કે પાકિસ્તાન (Pakistan)  ભારતમાં મોટા આતંકી હુમલા (Terrorist Attack) ને અંજામ આપવા પંજાબમાં ખાલિસ્તાન સમર્થક (Khalistan) આતંકીઓને ઓનલાઈન ટ્રેનિંગ આપી રહ્યું છે. ગુપ્તચર અહેવાલ મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) પ્લાન K2 (કાશ્મીર-ખાલિસ્તાન નેક્સસ) હેઠળ ભારતમાં આતંકી હુમલાઓની યોજનાઓ બનાવીને તેને અંજામ આપવાની ફીરાકમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ બાળકી સાથે હાથ મિલાવવાનું ભૂલી ગયા, પછી જે થયું...જુઓ VIDEO 


આ અહેવાલથી એવા પણ સંકેત મળ્યા છે કે પંજાબમાં ખાલિસ્તાન સમર્થિત તત્વો સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને તેઓ પાકિસ્તાન આધારિત આતંકી જૂથ પાસેથી ઓનલાઈન ટ્રેનિંગ લઈ રહ્યાં છે. જેમાં વિસ્ફોટક બનાવવાની યોજના અને આતંકી હુમલાને અંજામ આપવાની યોજના પણ સામેલ છે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


પંજાબ(Punjab) માં એક્ટિવ ખાલિસ્તાન મોડ્યુલને વિસ્ફોટક બનાવવા માટે ફંડિંગ પણ કરી રહ્યાં છે. 


Shocking: ચીને પ્રકૃતિને ફેંક્યો પડકાર, બનાવી નાખ્યો 'નકલી સૂર્ય'


પંજાબ આધારિત કટ્ટરપંથી હવે પાકિસ્તાન આઈએસઆઈ દ્વારા સક્રિય થયા છે. ગુપ્તચર સૂત્રોએ ઓસ્ટ્રેલિયા અને ઈટાલીમાં બેઠેલા ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારતમાં ખાલિસ્તાની ગતિવિધિઓને વધારવાની દાનતના પણ સંકેત આપ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube