આતંકી હુમલો

Niger દેશમાં મોટો આતંકી હુમલો, આતંકીઓ 70 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા

સાઉથ આફ્રીકી દેશ નાઈજર (Niger) માં મોટો આતંકી હુમલો થયો છે. અહીં આતંકીઓએ બે ગામ પર હુમલો કરીને 70થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા.

Jan 3, 2021, 12:20 PM IST

ફ્રાન્સમાં 72 કલાકમાં ચર્ચ પર બીજો હુમલો, ગનમેને પાદરીને મારી ગોળી

France Church Attack:  ફ્રાન્સમાં ચર્ચ પર છેલ્લા 72 કલાકમાં હુમલાની બીજી ઘટના સામે આવી છે. શનિવારે લિયોન શહેરમાં શોટગનથી લેસ એક ગનમેને ઓર્થોડોક્ટ પાદરીને ગોળી મારી દીધી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત ગ્રીસની નાગરિકતા વાળા પાદરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

Oct 31, 2020, 11:29 PM IST

J:K કુલગામમાં આતંકી હુમલો, BJP યુવા મોર્ચાના મહાસચિવ સહિત 3 નેતાની હત્યા

કુલગામમાં આતંકવાદીઓએ ભાજપ યુવા મોર્ચાના મહાસચિવ સહિત 3 નેતાઓની હત્યા કરી દીધી છે. ફિદા હુસૈન યુવા મોર્ચાના મહાસચિવ હતા. આતંકીઓએ ફિદા હુસૈન સહિત ભાજપના બે નેતાઓ પર ફાયરિંગ કર્યુ હતું.
 

Oct 29, 2020, 10:18 PM IST

જમ્મુ-કાશ્મીર અને PoKમાં ISI સાથે મળીને ચીન રચી રહ્યું છે ભયંકર ષડયંત્ર

પાકિસ્તાન (Pakistan) ની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) આતંકી જૂથ અલ બદ્ર (Al Badr)ની મદદથી જમ્મુ અને કાશ્મીરમાં ફિદાયીન આતંકીઓની તૈયારી કરી રહી છે. જેથી કરીને સુરક્ષાદળો પર આતંકી હુમલાની કાર્યવાહીને અંજામ આપી શકાય. તાજેતરમાં સુરક્ષા એજન્સીઓના એક આવા જ રિપોર્ટથી ખુલાસો થયો હતો કે ચીન (China) આતંકી જૂથ અલ બદ્રને મજબૂત કરવામાં લાગ્યુ છે. ચીની અધિકારીઓએ પાક અધિકૃત કાશ્મીર (PoK)ની મુલાકાત કરીને અલ બદ્રના ટોપ આતંકી કમાન્ડરો સાથે બેઠક કરી હતી. 

Oct 1, 2020, 02:26 PM IST

મોતના 85 વર્ષ પહેલા કરી હતી વર્ષ 2020ની તબાહીની ભવિષ્યવાણી, જાણો આગળ કેવો હશે સમય

વર્ષ 2020 લોકો માટે ખુબ ખરાબ સાબિત થઈ રહ્યું છે. એક બાજુ જ્યાં કોરોના વાયરસે આતંક મચાવ્યો છે ત્યાં ચીન અને ભારતના સંબંધોમાં પણ તણાવ વધી રહ્યો છે. પોણું વર્ષ ખતમ થવા આવ્યું. પરંતુ મહામારી ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે. સપ્ટેમ્બરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે આવામાં વર્ષ 2020 અંગે બાબા વેન્ગા(Baba Vanga Predictions)ની ભવિષ્યવાણી સાચી સાબિત થતી જોવા મળી રહી છે. તેમણે પોતાના મોતના 85 વર્ષ અગાઉ જ આ તબાહીની ચેતવણી આપી દીધી હતી. આજે તેનો પુરાવો દુનિયા સામે છે. 

Sep 7, 2020, 01:55 PM IST

પુત્રના ISIS આતંકી પર બોલ્યા અબુ યૂસુબના પિતા, કહ્યું- 'ખબર હોત તો ઘરથી કાઢી મુકતો'

દેશની રાજધાની દિલ્હીમાં શનિવારના આઇએસઆઇએસ ના આતંકી અબુ યૂસુફ ઉર્ફે મુસ્તકીમની ધરપકડથી તેના પિતા સ્તબ્ધ છે. તેમણે કહ્યું કે, ક્યારે પણ એવું લાગ્યું નહીં કે મારો પુત્ર આતંકના માર્ગે ચાલે છે.

Aug 23, 2020, 05:19 PM IST

J&K: બારામુલ્લામાં આતંકી હુમલો, એક પોલીસ ઓફિસર અને બે CRPF જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં સુરક્ષાદળો પર આતંકી હુમલા (Terrorist Attack) ની વધુ એક ઘટના ઘટી છે. આજે બારામુલ્લા (Baramulla)  જિલ્લાના ક્રેઈરી વિસ્તારમાં સીઆરપીએફ (CRPF) નાકા પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો. અંધાધૂંધ રીતે કરાયેલા ફાયરિંગમાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસર અને બે સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. 

Aug 17, 2020, 10:46 AM IST

J&K: 15 ઓગસ્ટ પહેલા નૌગામમાં આતંકી હુમલો, 2 પોલીસકર્મી શહીદ

જમ્મુ અને કાશ્મીરમાં 15 ઓગસ્ટ અગાઉ આતંકી હુમલાની ઘટના ઘટી છે. શ્રીનગરના બહારના વિસ્તાર નૌગામમાં પોલીસ ટીમ પર થયેલા આતંકી હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે જ્યારે એક પોલીસકર્મી ઘાયલ થયો છે. વિસ્તારની ઘેરાબંધી કરાઈ છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકીઓએ નૌગામમાં 15 ઓગસ્ટ માટે સુરક્ષામાં તૈનાત પોલીસપાર્ટી પર હુમલો કર્યો. શ્રીનગરના નૌગામ બાયપાસ પર આજે સવારે આ આતંકી હુમલો થયો. 

Aug 14, 2020, 11:06 AM IST

કાશ્મીરના બારામુલામાં આર્મીની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો, જવાન ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરમાં સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. બારામૂલા જિલ્લાના સોપોરના હ્યગામ વિસ્તારમાં શંકાસ્પદ આતંકીઓએ પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો કર્યો છે.

Aug 12, 2020, 03:42 PM IST

રામ મંદિર ભૂમિ પૂજન પર આતંકી હુમલાનો ખતરો, હાઈ એલર્ટ પર ઉત્તર પ્રદેશ

ગુપ્તચર તંત્રને આશંકા છે. કે 5થી 15 ઓગસ્ટ વચ્ચે આતંકી કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. યૂપીના બધા જિલ્લાના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન પર સાવધાની રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

Jul 30, 2020, 11:57 AM IST

અયોધ્યામાં જૈશ અને LeTના આતંકીઓ કરી શકે છે હુમલો, ગુપ્તચર એજન્સીઓ અલર્ટ 

ભારતીય ગુપ્તચર એજન્સીઓએ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પૂજન (Ram Janmbhoomi)ના દિવસે અને 15 ઓગસ્ટ (15 August) ના રોજ ભારતમાં આતંકી હુમલા (Terror Attack) ની આશંકા વ્યક્ત કરી છે. ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW)ના જણાવ્યાં મુજબ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI)એ આ વખતે ભારતમાં હુમલા માટે જૈશ અને લશ્કર એ તૈયબા (LeT)ના આતંકીઓની અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ કરાવી છે અને તેમને ત્રણથી પાંચ જૂથમાં ભારતમાં મોકલવા માટે ષડયંત્ર રચ્યું છે. જૈશ આતંકીઓ ફિદાયીન હુમલા માટે ઓળખાય છે. 

Jul 28, 2020, 03:02 PM IST

J&K: સોપોરમાં CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલામાં જવાન શહીદ અને 3 ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે જ્યારે એક નાગરિકનું મોત થયું છે. આ ઉપરાંત 3 જવાન ઘાયલ થયા છે. કહેવાય છે કે આતંકીઓએ ઘાત લગાવીને પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો. 

Jul 1, 2020, 08:36 AM IST

J&K: અનંતનાગમાં CRPF પર આતંકી હુમલો, જવાન શહીદ, એક બાળકે પણ જીવ ગુમાવ્યો

જમ્મુ અને કાશ્મીરમાં અનંતનાગના બિજબેહરામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ટુકડી પર આતંકીઓએ હુમલો કરી દીધો. આતંકીઓના આ હુમલામાં એક જવાન શહીદ થયો અને એક બાળકનું મોત થયું છે. 

Jun 26, 2020, 01:56 PM IST

પુલવામા: વિસ્ફોટકવાળી કારના માલિક વિશે થયો મોટો ખુલાસો, એક વર્ષથી ચાલતું હતું પ્લાનિંગ

સુરક્ષાદળોએ ગુરવારે સવારે જે સફેદ રંગની કારને કંટ્રોલ બ્લાસ્ટ દ્વારા ઉડાવી તેના અંગે હવે મોટો ખુલાસો થયો છે. આ કાર હિદાયતુલ્લાહ મલિક નામના વ્યક્તિની હતી. તેના પિતાનું નામ એબી મલિક છે. કહેવાય છે કે આ આતંકી શોપિયાના શરતપોરા ગામનો રહીશ છે. તે આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો છે અને જુલાઈ 2019થી ઘાટીમાં એક્ટિવ છે. અત્રે જણાવવાનું કે પોલીસ પહેલા જ કહી ચૂકી છે કે આ ષડયંત્ર પાછળ મુખ્યત્વ જૈશ એ મોહમ્મદનો હાથ હતો. જેમાં હિજબુલ મુજાહિદ્દીન તેને મદદ કરી રહ્યું હતું. 

May 29, 2020, 08:48 AM IST

ગુજરાતનો દરિયાકિનારો ફરી અસલામત, 23 મે સુધી હુમલાની શક્યતા, માછીમારોને એલર્ટ કરાયા

પોરબંદરમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા માછીમારોને એલર્ટ અપાયું છે. ગાંધીનગર કોસ્ટગાર્ડ દ્વારા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરીને પત્ર દ્વારા જાણ કરાઈ છે. જેમાં આગામી 23 તારીખ સુધીમાં દરિયા કિનારે દેશ વિરોધી પ્રવૃત્તિ અને હુમલાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તેથી દરિયામાં કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો સુરક્ષા એજન્સીનો સંપર્ક કરવા જણાવાયું છે. તેમજ કોઈ પણ માછીમારોને "નો ફિશિંગ ઝોન"માં માછીમારી નહી કરવા સુચના અપાઈ છે. પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

May 15, 2020, 06:55 PM IST

અફઘાનિસ્તાનમાં લોહીયાળ બન્યો રમઝાન મહિનો, ભારતે નિર્દોષો વિરુદ્ધ બર્બર કૃત્ય ગણાવ્યું

ભારતે અફઘાનિસ્તાનમાં એક સૈન્ય હોસ્પિટલ, એક મૃતકના અંતિમ સંસ્કાર, અને સૈન્ય તપાસ ચોકીને નિશાન બનાવીને કરાયેલા અલગ અલગ આતંકી હુમલાની આકરી ટીકા કરી છે અને તેને મહિલાઓ અને બાળકો સહિત નિર્દોષો વિરુદ્ધ બર્બર કૃત્ય ગણાવ્યું છે. આતંકીઓએ કાબુલના એક બાળકો-મહિલાઓની હોસ્પિટલ પર હુમલો કર્યો જેમાં બે નવજાત શિશુઓ અને તેમની માતાઓ સહિત 14 લોકોના જીવ ગયા. 

May 13, 2020, 09:00 AM IST

જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતના સાંબરકાંઠાના જવાન શહીદ

ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા (Terrorist Attack) માં ગુજરાતનો જવાન શહીદ થયો છે. સાંબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડીનો જવાન સતપાલસિંહ પરમાર જમ્મુમાં CRPF ટુકડી સાથે સામેલ હતો. જમ્મુ કાશ્મીરમા આંતકી હુમલો આંતકી હુમલામાં ૩ જવાનો થયા છે. જવાન શહીદ થતા જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકામાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા આઠ વર્ષથી CRPFમાં સૈનિક તરીકે ફરજ બજાવતા હતાં.

Apr 19, 2020, 09:20 AM IST

કાબુલઃ ગુરૂદ્વારા હુમલામાં 11 લોકોના મોત, ભારતે કહ્યું દુર્ભાગ્યપૂર્ણ ઘટના

કાબુલમાં એક ગુરૂદ્વારા પર હુમલામાં 11 લોકોના મોત થઈ ગયા છે. ગુરૂદ્વારામાં ઘટના સમયે 150 લોકો હાજર હતા જેમાંથી ઘણા બાળકો પણ સામેલ હતા. હુમલા બાદ અફઘાની ફોર્સ એક્ટિવ થઈ ગઈ અને તેણે જવાબી કાર્યવાહી કરી છે. 
 

Mar 25, 2020, 03:55 PM IST

લંડનમાં આતંકી હુમલો, ઘણા લોકોને ચાકુ મારનાર હુમલાખોરને પોલીસે કર્યો ઢેર

લંડનમાં આતંકી હુમલાના સમાચાર છે. દક્ષિણ લંડનના સ્ટ્રીથમમાં એક વ્યક્તિએ લોકો પર ચાકુથી હુમલો કરી દીધો છે. 
 

Feb 2, 2020, 10:14 PM IST

26 જાન્યુઆરીએ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રનો ખુલાસો, જૈશના 5 આતંકીઓ પકડાયા

26 જાન્યુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં એક મોટી આતંકી વારદાતને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહેલા જૈશ એ મોહમ્મદના પાંચ આતંકીઓને આજે દબોચવામાં આવ્યાં છે.

Jan 16, 2020, 05:49 PM IST