નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને દાવો કરતા કહ્યું છે કે યુક્રેન વિદેશી નાગરિકોને બંધક બનાવી રહ્યું છે. વિદેશીઓને બંધક બનાવીને તેમને યુક્રેની સેના ઢાલ  તરીકે ઉપયોગ કરી રહી છે. પુતિને દાવો કર્યો કે 3 હજારથી વધુ ભારતીયોને બંધક બનાવવામાં આવ્યા હતા જેમને રશિયાની સેનાએ છોડાવ્યા. તેમણે કહ્યું કે ચીનના લોકોને પણ યુક્રેને  બંધક બનાવ્યા હતા. પુતિને સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં આ વાત જણાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3000 ભારતીયો બંધક
પુતિને યુક્રેન પર આરોપ લગાવતા કહ્યું કે યુક્રેન વિદેશી નાગરિકોને બંધક બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે અમારી સેના ત્યાંથી નાગરિકોને કાઢવામાં મદદ કરી રહી છે. તેમણે કહ્યું કે ચીની નાગરિકોને પણ બંધક બનાવવામાં આવ્યા. પુતિને એમ પણ કહ્યું કે યુક્રેનના રહેણાંક વિસ્તારોમાં રશિયા તરફથી કોઈ કાર્યવાહી થઈ રહી નથી. આ ઉપરાંત પુતિને કહ્યું કે 3000 ભારતીય વિદ્યાર્થીઓને ખારકીવ સ્ટેશન પર બંધક બનાવવામાં આવ્યા. જ્યારે સુમીમાં 576 વિદ્યાર્થીઓ બંધક છે. ઉત્તર પૂર્વી શહેર સૂમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ મદદ માટે ગુહાર લગાવી છે. અને આશા વ્યક્ત કરી છે કે કીવ અને ખારકીવ જેવી સ્થિતિ બનતા પહેલા તેમને સુરક્ષિત બહાર કાઢી લેવાશે. 


પુતિને દાવો કર્યો કે યુક્રેનની સેના વિદેશીઓને યુક્રેનથી બહાર જવા દેતી નથી. તેમણે કહ્યું કે રશિયાની સેનાએ વિદેશી નાગરિકોને યુક્રેનથી કાઢવામાં મદદ કરી. પુતિને કહ્યું કે યુક્રેન વિદેશી નાગરિકોને બહાર જવા દેવામાં વિલંબ કરવાની કોશિશ કરે છે. જેનાથી તેમને જોખમ છે. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે યુક્રેન ડોનેત્સ્ક અને લુહાંસ્કની વસ્તી સાથે અમાનવીય વ્યવહાર કરે છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube