લોસ એન્જલસ: અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) દિવંગત ઈરાની સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની (Qassem Suleimani)  પર નવી દિલ્હીમાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે શુક્રવારે ફ્લોરિડામાં પોતાના માર આ લાગો રિસોર્ટમાં કહ્યું કે "સુલેમાનીએ પોતાના પાગલપનમાં નિર્દોષ લોકોની હત્યા કરી, નવી દિલ્હી (Delhi)  અને લંડનમાં આતંકી હુમલાના ષડયંત્રો રચ્યા".


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુલેમાનીને મારવા માટે મિસાઈલ હુમલાનો આદેશ આપવા અંગે તેમણે કહ્યું કે આજે આપણે સુલેમાનીના અત્યાચારોનો ભોગ બનેલા લોકોને યાદ કરીએ છીએ અને સન્માનિત કરીએ છીએ અને આપણને એ જાણીને રાહત મળે છે કે તેનું આતંકરાજ હવે ખતમ થઈ ગયું છે. 


'યુદ્ધ'ના ભણકારાથી સમગ્ર વિશ્વમાં તણાવ, અમેરિકનો ઈરાક છોડી ભાગવા લાગ્યા


જો કે ટ્રમ્પ ભારતમાં કયા આતંકી હુમલાના આતંકી ષડયંત્રનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં તે અંગે તેમણે જણાવ્યું નથી. કદાચ તેઓ 2012માં ભારતમાં ઈઝરાયેલી રાજનયિકના પત્ની કાર પર થયેલા બોમ્બ એટેકનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. 


13 ફેબ્રુઆરી 2012ના રોજ કારમાં ચુંબકના સહારે બોમ્બ લગાવીને હુમલો કરાયો જેમાં તાલ યેહોશુઆ કોરેન ઘાયલ થયા હતાં અને તેમણે સર્જરી કરાવવી પડી હતી. આ ઉપરાંત તેનો ચાલક તથા પાસે ઊભેલા બે અન્ય લોકો પણ ઘાયલ થયા હતાં. 


ઈરાકમાં અમેરિકાની વધુ એક એર સ્ટ્રાઈક, ઈરાન સમર્થક મિલિશિયા કાફલાના 6 લોકો જીવતા ભૂંજાયા


ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે હુમલા પાછળ ઈરાનનો હાથ હતો અને આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જોર્જિયામાં પણ હુમલો કરવાની કોશિશ કરાઈ હતી. હજુ સુધી નવી દિલ્હીના આ મામલાનો ઉકેલ આવ્યો નથી અને ભારતે આ હુલાનો સંબંધ ઈરાન સાથે ગણાવ્યો નથી. 


તે સમયના અહેવાલો મુજબ ઈરાને આ હુમલો તહેરાનના પરમાણુ વૈજ્ઞાનિક મુસતફ અહેમદી રોશનની હત્યાના જવાબમાં કર્યો હતો. પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા કથિત રીતે ઈઝરાયેલે કરી હતી. 


જુઓ LIVE TV


સુલેમાનીના મોત બાદ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? USA ગલ્ફમાં કરી રહ્યું છે વધુ સૈનિકોની તૈનાતી


ગુરુવારે ઈરાકમાં સુલેમાનીના મોત બાદ શુક્રવારે ટ્રમ્પે કહ્યું કે સુલેમાની અમેરિકી અધિકારીઓ અને સૈનિકો પર હુમલાની યોજના ઘડી રહ્યાં હતાં પરંતુ અમે તેમને પકડી લીધા અને તેમની હત્યા કરી. 


તેમણે સુલેમાનીના નિર્દેશનમાં કથિત રીતે કરાયેલા અને કૂદ્સ ફોર્સ તથા સહયોગી સેનાઓ દ્વારા કરાયેલા હુમલાઓને સૂચિબદ્ધ કર્યાં. ટ્રમ્પે કહ્યું કે "ઈસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને તેની ક્રુર કુદ્સ ફોર્સે વર્ષો સુધી સુલેમાનીના નેતૃત્વમાં સેકડો અમેરિકન નાગરિકો અને કર્મીઓને નિશાન બનાવ્યાં, તેમને ઘાયલ કર્યા અને તેમની હત્યા કરી છે."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube