'યુદ્ધ'ના ભણકારાથી સમગ્ર વિશ્વમાં તણાવ, અમેરિકનો ઈરાક છોડી ભાગવા લાગ્યા
અમેરિકી હુમલામાં ઈરાનના ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના વિશિષ્ટ કુદ્સ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાને તેનો બદલો લેવાની ચેતવણી આપી દીધી છે. ઈરાનની આ ધમકી બાદ દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. યુદ્ધની સંભાવનાઓ જોતા બગદાદમાં અમેરિકી દૂતાવાસે પોતાના નાગરિકોને તત્કાળ ઈરાક છોડવાની અપીલ કરી છે. આથી ઈરાકી તેલ કંપનીઓમાં કામ કરતા અમેરિકી કર્મચારીઓ સ્વદેશ ભાગવા લાગ્યા છે.
Trending Photos
બગદાદ/વોશિંગ્ટન: અમેરિકી હુમલામાં ઈરાનના ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના વિશિષ્ટ કુદ્સ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) ના મોત બાદ ઈરાને (Iran) તેનો બદલો લેવાની ચેતવણી આપી દીધી છે. ઈરાનની આ ધમકી બાદ દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. યુદ્ધની સંભાવનાઓ જોતા બગદાદમાં અમેરિકી દૂતાવાસે પોતાના નાગરિકોને તત્કાળ ઈરાક છોડવાની અપીલ કરી છે. આથી ઈરાકી તેલ કંપનીઓમાં કામ કરતા અમેરિકી કર્મચારીઓ સ્વદેશ ભાગવા લાગ્યા છે.
બ્રિટિશ વિદેશ મંત્રી ડોમિનિક રાબ તરફથી પણ પોતાના નાગરિકોતને જેમ બને તેમ જલદી ઈરાક છોડીને પાછા ફરવાની સલાહ અપાઈ છે. વિદેશ મંત્રી રાબ તરફથી કહેવાયું છે કે હું બંને પક્ષોને સંઘર્ષ ઓછો કરવાનો આગ્રહ કરું છું. આગળનો સંઘર્ષ આપણા હિતમાં નથી. આ સાથે જ બ્રિટને મધ્યપૂર્વમાં પોતાના સૈનિક અડ્ડાઓની સુરક્ષા પણ વધારી છે. અત્રે જણાવવાનું કે ઈરાકમાં બ્રિટનના લગભગ 400 સૈન્ય અધિકારીઓ તૈનાત છે.
આ બાજુ ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ પોતાનો વિદેશ પ્રવાસ અધવચ્ચે છોડીને દેશ પાછા ફર્યા. તેઓ ગ્રીસ ગયા હતાં. ઈઝરાયેલી સેનાના જણાવ્યાં મુજબ દેશની સેનાને હાઈઅલર્ટ પર રખાઈ છે.
હકીકતમાં વિશેષજ્ઞોનું માનવું છે કે જે રીતે ઈરાને ચેતવણી આપી છે તે આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે. આથી હાલાત વણસી શકે છે. ફક્ત એટલું જ નહીં તેમના આ જવાબી હુમલાથી અમેરિકી અને ઈઝરાયેલી હિતોને પણ નુકસાન પહોંચી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે