Queen Elizabeth II funeral Live: બ્રિટનની સૌથી લાંબા સમય સુધી સેવા કરનાર મહારાની એલિઝાબેથ દ્રિતીયના અંતિમ સંસ્કાર લંડનના વેસ્ટમિંસ્ટર એબીમાં શરૂ થઇ ચૂક્યા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ શનિવારે ભારત તરફથી રાણીને પોતાનું સન્માન આપ્યું અને કિંગ ચાર્લ્સ III સાથે મુલાકાત કરી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને અન્ય વિશ્વના નેતા અંતિમ સંસ્કાર માટે લંડન પહોંચી ગયા છે. રાણીના અંતિમ સંસ્કારમાં દુનિયાભરથી લગભગ 500 રાજવીઓ, રાજ્યના વડાઓ અને સરકારના પ્રમુખોને આમંત્રિત કરવામાં આવ્યા છે. 
પતિ બેન્કર અને પત્ની CA, નોકરી છોડી બંનેએ શરૂ કરી ખેતી, હવે વર્ષે દહાડે કરે છે કરોડો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે મિનિટનું રાષ્ટ્રીય મૌન
મહારાનીના અંતિમ સંસ્કારના મધ્ય બે મિનિટનું રાષ્ટ્રીય મૌન રાખવામાં આવ્યું. બે મિનિટ માટે વેસ્ટમિંસ્ટર એબી અને સમગ્ર બ્રિટનમાં શાંતિ છવાઇ ગઇ. 


આર્કબિશપે આપ્યો ઉપદેશ
કૈંટરબરીના આર્કબિશપ જસ્ટિન વેલ્બી, ધ લોર્ડ્સ માઇ શેફર્ડે ધર્મોપદેશ આપ્યો. તેમણે કહ્યું કે કેટલાક નેતાઓને આટલો પ્રેમ મળ્યો છે જેટલો રાણી એલિઝાબેથ-2 ને મળ્યો. 


ફ્યૂનરલ સર્વિસ શરૂ
મહારાણીની ફ્યૂનરલ સર્વિસ શરૂ થઇ ગઇ છે. વેસ્ટમિંસ્ટરના ડીન ડેવિડ હોયલ અંતિમ સંસ્કારનું નેતૃત્વ કરી રહ્યા છે. કૈંટરબરીના આર્કબિશપ, જસ્ટિન વેલ્બી ધર્મોપદેશ અને પ્રશંસા આપશે. યોર્કના આર્કબિશપ, વેસ્ટમિંસ્ટરના કાર્ડિનલ આર્કબિશપ, ચર્ચ ઓફ સ્કોટલેંડની મહાસભાના મોડરેટર અને ફ્રી ચર્ચ મોડરેટર તરફથી પ્રાર્થના કરવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube