Success Story: પતિ બેન્કર અને પત્ની CA, નોકરી છોડી બંનેએ શરૂ કરી ખેતી, હવે વર્ષે દહાડે કરે છે કરોડોની કમાણી

Income from Organic Farming: અભ્યાસ કર્યા બાદ લોકો નોકરી શરૂ કરે છે અને કેટલાક લોકોને એકદમ ઓછા સમયમાં સફળતા મળી જાય છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે સારી એવી નોકરી છોડીને કોઇ ખેતી (Organic Farming) શરૂ કરી દીધી છે. જોધપુરના એક કપલે એવું કર્યું છે કે જામેલી નોકરી છોડીને ખેતી શરૂ કરી અને આજે તેમનો વાર્ષિક નફો લગભગ 1 કરોડ રૂપિયા છે. 

1/6
image

જોધપુરના રહેવાસી લલિતે એમબીએ કર્યા બાદ બેંકમાં નોકરી જોઇન કરી, જ્યારે તેમની પત્ની ખુશ્બુ ચાર્ટર્ડ એકાઉન્ટેટ હતી. ત્યારબાદ તેમણે જોબ છોડીને ઓર્ગેનિક ખેતી શરૂ કરી અને તેને પ્રોફિટનો બિઝનેસ બનાવી દીધો. આજે લલિત અને ખુશ્બુ બીજા માટે ઉદાહરણ બની ગયા છે, જે ઓર્ગેનિક ખેતી કરવા માંગે છે. 

2/6
image

નોકરી દરમિયાન લલિત ઓર્ગેનિક ખેતી વિશે વધુ જાણતા નથી અને તેના વિશે બસ તેમણે સાંભળ્યું હતું. જોકે તેની શરૂઆત કરતાં પહેલાં જૈનિક ખેતી પર સંપૂર્ણ રિસર્ચ કર્યું અને જોધપુર આવીને ઉદ્યાન વિભાગમાંથી ટ્રેનિંગ લીધી. તેમણે પોલીહાઉસ અને ગ્રીન હાઉસ વિશે સમજ્યા. જયપુરમાં કૃષિ રિસર્ચ સેન્ટરમાં ઉદ્યાન વિભાગના અધિકારીઓ પાસેથી બારીકીઓ શીખી.

3/6
image

જ્યારે લલિતે ઓર્ગેનિક ફાર્મિંગની શરૂઆત કરી ત્યારે લોકોએ તેમને ડરાવ્યા કે આ સક્સેસ નથી, પરંતુ તેમણે તેની ચિંતા કરી નહી અને આ ક્ષેત્રમાં ઉતરવાનો નિર્ણય કર્યો. લલિતે કહે છે કે તેના માટે જ્યારે તેમણે પિતાના પૂર્વજોની જમીન માંગી તો શરૂઆતમાં તે રાજી થયા નહી, પરંતુ પછી ધીમે ધીમે માની ગયા. 

4/6
image

ટ્રેનિંગ બાદ લલિતે પોતાના ફાર્મ પર શેડનેટ હાઉસ લગાવી શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું અને પછી ધીમે ધીમે પોલીહાઉસ પણ લગાવ્યું. તેમણે ઉદ્યાન વિભાગ પાસે ગ્રાન્ટ લઇને ખીરાનું ઉત્પાદન લેવાનું શરૂ કર્યું અને તેના માટે તુર્કીથી બીજ મંગાવ્યા. વર્ષ 2015-16 માં અડધા વિના જમીન પર કુલ 28 ટન ખીરા કાકડીનું ઉત્પાદન શરૂ કયું અને ચાર લાખ રૂપિયાના ખર્ચે 12 થી 13 લાખ રૂપિયાનો શુદ્ધ ફાયદો થયો. 

5/6
image

ત્યારબાદ લલિતે નર્સરીની શરૂઆત કરી અને તે સમયે તેમનું ટર્નઓવર 23 થી 30 લાખ રૂપિયા હતું. ત્યારબાદ ધીમે ધીમે આ 60 થી 80 લાખ રૂપિયા સુધી પહોંચ્યું. આજે તેમની વાર્ષિક કમાણી 1 કરોડ રૂપિયાથી વધુ છે. 

6/6
image

લલિતની પત્ની ખુશ્બુ સીએ છે અને શરૂઆતમાં તેમને ઓર્ગેનિક ખેતી વિશે કંઇપણ જાણકારી ન હતી. જોકે તેમણે પોતાના પતિને પુરો સપોર્ટ કર્યો અને હવે તે સંપૂર્ણ બિઝનેસને સંભાળી રહ્યા છે. ખુશ્બુ કહે છે કે આજે તે લોકો અત્યાર સુધી 60 હજારથી વધુ ખેડૂતોને ખેતીના ગુણ શીખવાડી ચૂક્યા છે.