નવી દિલ્હી: આ વર્ષે મહારાણી એલિઝાબેથ દ્વિતિયએ બ્રિટિશ સિંહાસન પર 70 વર્ષ પૂરાં કર્યા છે. તેઓ આ અભૂતપૂર્વ માઈલસ્ટોન મેળવનારા 1000થી વધુ વર્ષોના ઈતિહાસમાં પહેલા બ્રિટિશ સમ્રાજ્ઞી બન્યા છે. આ ઐતિહાસિક ઘટનાને ઉજવવા અને રાણીના વારસાનું સન્માન કરવા માટે ટોયમેકર મેટલે તેમના સન્માનમાં એક ટ્રિબ્યૂટ કલેક્શન બાર્બી ડોલ પણ બહાર પાડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાર્બીના ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું છે કે બાર્બી બ્રિટિશ ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા સમ્રાટ મહામહિમ મહારાણી એલિઝાબેથ  દ્વિતિયના જશ્નમાં બનાવવામાં આવી છે. તેમના અસાધારણ શાસને તેમના કર્તવ્ય પ્રત્યે અથાગ સમર્પણ અને સેવાના જીવનને સાથે જોયું છે. 70 વર્ષની સેવા સુધી પહોંચ્યા બાદ મહારાણી એલિઝાબેથ દ્વિતિય પ્લેટિનમ એનિવર્સરી મનાવનારા પહેલા બ્રિટિશ સમ્રાજ્ઞી બન્યા છે. રિપોર્ટ્સ મુજબ પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે બાર્બીએ કોઈ જીવિત મહારાણી જેવી ડોલ બનાવી છે. પહેલા એલિઝાબેથ 1 અને મેરી એન્ટોનેટ જેવા ઐતિહાસિક રોયલ્સની ડોલ તૈયાર કરાતી હતી. જૂનની શરૂઆતમાં અધિકૃત પ્લેટિનમ જ્યુબિલી સમારોહ પહેલા બાર્બીને લંડનના સ્ટોર હેરોડ્સ, સેલ્ફ્રિઝ અને હેમલીઝમાં વેચવામાં આવશે. તેની કિંમત 75 ડોલર જણાવવામાં આવી રહી છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube