Relationships: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે જીવનમાં તેને પ્રેમ મળે પરંતુ એક મહિલા મૂંઝવણમાં છે. હકિકતમાં તેના બેસ્ટ ફ્રેન્ડના પતિએ એકવાર તેને પોતાની બાંહોમાં ભરીને કિસ કરી હતી. મિત્રના પતિનું કહેવું છે કે તેના મનમાં ઘણી લાગણીઓ છે. હવે સ્ત્રી સમજી શકતી નથી કે આ સંબંધને (Relationships) આગળ વધારવો યોગ્ય છે કે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 વર્ષથી  બંને વચ્ચે મિત્રતા
ધ સનના અહેવાલ અનુસાર મહિલાની ઉંમર 44 વર્ષ અને તેના મિત્રની ઉંમર 43 વર્ષ છે. લગભગ 24 વર્ષ પહેલા બંનેની મુલાકાત એક યુનિવર્સિટીમાં થઈ હતી અને ત્યારબાદ બંને બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા. મહિલાની તેના પતિ સાથે પણ સારી મિત્રતા છે અને તેઓ અવારનવાર એકબીજાના ઘરે જાય છે.


મહિલાના જણાવ્યા અનુસાર તેણે વર્ષ 2000માં કોલેજ પુરી કરી હતી. આ પછી તેનો મિત્ર પ્રેમમાં પડ્યો. થોડો સમય ડેટિંગ (Relationships) કર્યા બાદ તેણે પ્રેમી સાથે લગ્ન કરી લીધા. આ લગ્નથી, તેમને એક પુત્રનો જન્મ થયો, જે હવે 16 વર્ષનો છે.


ઘરમાં એકલી રહે છે મહિલા
રિપોર્ટ અનુસાર મહિલાને ઘણી વખત એ વાતની થોડી ઈર્ષ્યા થાય છે કે તેની મિત્ર અને પતિએ એકબીજાને આટલી સરળતાથી મેળવી લીધા. મહિલાના કહેવા પ્રમાણે, તેના કેટલાક સંબંધો પણ હતા પરંતુ તેઓ વધુ આગળ વધી શક્યા ન હતા. તેથી જ તે એકલી રહે છે.


મહિલાના કહેવા પ્રમાણે, તેનો મિત્ર તેને વારંવાર તેના ઘરે બોલાવે છે. તે ઘણીવાર વીકએન્ડ પર તેના ઘરે પણ જાય છે, જ્યાં તે ત્રણેય ડ્રિંક્સ કરીને હેંગ આઉટ કરે છે અને ટીવી જોતાં જોતાંતે ઘણી વાતો કરે છે.


મિત્રના પતિ સાથે કર્યું ડ્રિંક
મહિલાના જણાવ્યા મુજબ, ગત મહિને તેની મિત્રને વીકએન્ડ પર તેની બહેનના ઘરે જવાનું થયું હતું. તેમછતાં તેણીએ કહ્યું કે તે આ સપ્તાહના અંતમાં તેના ઘરે પણ આવી શકે છે અને થોડો સમય માણી શકે છે. તેના આગ્રહ પર મહિલા વીકએંડ પર તેના ઘરે જતી હતી.


ત્યાં મહિલાએ પહેલીવાર તેના મિત્રના પતિ સાથે એકલા ડ્રિંક શેર કર્યું હતું. પીતી વખતે તે સતત તેની સામે જોઈ રહ્યો હતો અને તેની સુંદરતાના વખાણ કરતો હતો. જેથી તે નર્વસ થઇ રહી  હતી.


મહિલાને ખેંચીને ગળે લગાવી
વાત કરતી વખતે બંને કહેવા લાગ્યા કે તેઓ બાળપણમાં ક્રિસમસ કેવી રીતે ઉજવતા હતા. તે જ સમયે દારૂના નશામાં મિત્રના પતિએ હાથ આગળ કરી તેણીને પોતાના ખોળામાં (Relationships) ખેંચી લીધી હતી. તેણે મહિલાને ગળે લગાવી અને તેની પીઠ થપથપાવી. બંને વચ્ચે કંઈ થયું નહોતું, પણ થઈ શક્યું હોત. આ પછી મહિલા પોતાના ઘરે પરત ફરી હતી.


અફેર શરૂ કરવાની કરી ઓફર
બીજા દિવસે સવારે જાગી ત્યારે, સ્ત્રીને આગલી રાત વિશે વિચારતા વિચિત્ર લાગ્યું. ત્યારબાદ તેણે તેના મોબાઈલમાં મિત્રના પતિનો મેસેજ જોયો. તે મેસેજમાં લખ્યું હતું કે તેના મનમાં ઘણી પ્રેમની લાગણીઓ (Relationships) છે અને તે તેની સાથે અફેર શરૂ કરવા માંગે છે. શું તેને કોઇ વાંધો નથી. 
 
સ્ત્રીના મનમાં પણ છે પ્રેમની લાગણી
મહિલાના કહેવા પ્રમાણે, આ મેસેજ વાંચીને તે ખૂબ જ મૂંઝવણમાં છે. વીકએન્ડ પર તેના મિત્રના પતિ સાથે ગળે મળ્યા પછી, તેના મનમાં પણ પ્રેમની લાગણી છે, પરંતુ તે તેના મિત્ર સાથે છેતરપિંડી કરવા માંગતી નથી. જેની સાથે તેણે આટલા વર્ષો વિતાવ્યા છે. મહિલાએ પૂછ્યું કે તે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નિકળે.


મહિલાની વાત સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રકારની સલાહ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે મહિલા આજકાલ બોલ્ડનેસનો જમાનો છે. આ પ્રકારનો સંબંધ હવે ત્રીજા ગ્રહની વાત રહી નથી. તેથી સ્ત્રીએ આગળ વધીને જીવનના સુખનો આનંદ માણવો જોઈએ.


સોશિયલ મીડિયા પર યુઝર્સ આપી રહ્યા છે ઘણી સલાહ 
બીજી તરફ અન્ય એક યુઝરે કહ્યું કે તેણે તેના મિત્રનું ઘર તોડવાનું ટાળવું જોઈએ. તેણીએ મિત્રના પતિને સ્પષ્ટપણે કહેવું જોઈએ કે ગઈકાલે રાત્રે જે કંઈ પણ થયું તે ભૂલ હતી અને ફરી નહીં થાય.


અન્ય એક યુઝરે સલાહ આપી કે જ્યારે મિત્ર તેના ઘરે ન હોય ત્યારે મહિલાએ ત્યાં જવાનું ટાળવું જોઈએ. ઉપરાંત, રસપ્રદ બાબતોમાં તમારા કામમાં વ્યસ્ત રહો. આમ કરવાથી તેનો સમય પણ સારી રીતે પસાર થશે, સાથે જ મિત્ર સાથે મિત્રતા પણ ગાઢ બનશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube